અમદાવાદ4 કલાક પહેલા
- કૉપી લિંક
ધોરણ 12 સાયન્સનું આજે ગણિતનું પેપર શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું થયું છે. જ્યારે 12 કોમર્સમાં વાણિજ્ય અને વ્યવસ્થાનું પેપર પૂરું થયું છે. 12 સાયન્સમાં આજે ગણિતનું પેપર સરળ રહ્યું હતું. જ્યારે 12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થાનું પેપર પણ સરળ રહ્યું હતું. આ ઉપરાંત ધોરણ 10માં અમદાવાદમાં 2, બનાસકાંઠામાં 1, જૂનાગઢમાં 1, પાટણમાં 2 અને સાબરકાંઠામાં 1 એમ કુલ 7 કોપી કેસ નોંધાયા છે.
વિદ્યાર્થીઓ માટે આજનું પેપર ખૂબ જ સરળ
ધોરણ 12 સાયન્સના ગણિતના પેપર અંગે નિષ્ણાત શિક્ષક વિશાલ પટેલે જણાવ્યું હતું કે હોશિયાર વિદ્યાર્થીઓ માટે આજનું પેપર ખૂબ જ સરળ હતું. મધ્યમ વિદ્યાર્થીઓ માટે આજનું પેપર સહેલું જ હતું પરંતુ 3 અને 4 માર્કસનો દાખલા ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યો હતો. સેક્શન Aના MCQ ખુબ સરળ હતા. જ્યારે સેક્શન B થોડો લાંબો હતો જેમાં વિદ્યાર્થીઓને લખવામાં સમય ગયો છે. એકંદરે અગાઉના પેપર કરતા આજનું પેપર સરળ રહ્યું હતું.
ભણવામાં થોડા નબળા વિદ્યાર્થી પણ પાસ થઈ શકશે
ધોરણ 12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થાના પેપર અંગે નિષ્ણાત શિક્ષક પ્રમોદભાઈએ જણાવ્યું હતું કે, વાણિજ્ય વ્યવસ્થાનું પેપર ખૂબ જ સરળ હતું. હોશિયાર વિદ્યાર્થીઓ સારા માર્ક્સ કવર કરી શકશે અને ભણવામાં થોડા નબળા હોય પરંતુ તૈયારી કરી હોય તો વિદ્યાર્થી ખૂબ જ સરળતાથી પાસ થઈ શકશે.