કચ્છ (ભુજ )30 મિનિટ પહેલા
- કૉપી લિંક

કચ્છમાં ગત સપ્તાહે રાજ્યના અન્ય વિસ્તારની સાથે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ખેડૂતોને પાકમાં નુકસાન થયું હતું. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી તા. 13ના રોજ છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે આગામી તા. 13ના રોજ 1 દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદની આગાહી હોઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત એ.પી.એમ.સી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત-જણસોના જથ્થાને કોઈ નુકસાન ન થાય તે માટે સાવચેતીના પગલા લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે. તેવું નાયબ બાગાયત નિયામકે જણાવ્યું છે.