- Gujarati News
- Local
- Gujarat
- Surat
- A Polish Girl Fell In Love With A Young Man From Surat, Crossed The Seven Seas And Got Married In A Hindu Ceremony In India.
સુરત24 મિનિટ પહેલા
પ્રેમના સીમાડા ન હોય તે કહેવત સુરતમા સાર્થક બની હોય તેવો એક કિસ્સો જોવા મળ્યો. સુરતથી અભ્યાસ અર્થે પોલેન્ડ ગયેલા યુવકને પોલેન્ડની યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો. જેમાં પોલેન્ડની યુવતીએ ભારત આવી સુરતમાં હિંદુ રીત રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. પોલેન્ડમાં એમબીએનો અભ્યાસ કરતા સુરતના યુવક સાથે ત્યાંની યુવતીને પ્રેમ થયો હતો. બાદ લગ્ન કરવા માટે યુવતી સાત સમંદર પાર કરીને ભારત આવી હતી. બન્નેએ તમામ હિંદુ રીત રીવાજ મુજબ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

હલ્દી સહિતની રસમથી દુલ્હને ભારે રોમાંચ અનુભવ્યો હતો.
માતા-પિતાએ લગ્નને મંજૂરી આપી
મૂળ ભાવનગરના વતની અને હાલમાં સુરતના અડાજણમાં રહેતા પરમાર વાલજીભાઈ રાઘવભાઈને સંતાનમાં એક પુત્રી વૈશાલી કે, જે લંડનમાં રહે છે. જયારે 29 વર્ષીય પુત્ર ભૂમિક પોલેન્ડના વર્સોમાં એમબીએનો અભ્યાસ કરે છે. આ દરમ્યાન ભૂમિકને ત્યાં રહેતી ઇવેલીના નામની યુવતી સાથે પ્રેમ થયો હતો અને બંને લગ્નના તાંતણે બંધાવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ ભૂમિકએ પોતાના ઘરે માતા-પિતાને લગ્ન માટેની વાત કરી હતી. જો કે દીકરાની ખુશીમાં જ પોતાની ખુશી હોય ભૂમિકના માતા-પિતાએ લગ્નને મંજૂરી પણ આપી દીધી હતી.

કન્યાદાન સહિતની તમામ વિધીઓ કરવામાં આવી હતી.
સુરતમાં આવી હિંદુ રીત રીવાજ મુજબ લગ્ન કર્યા
ભૂમિકે ઘરે માતા-પિતાને જાણ કરતા ઘરેથી લગ્નની મંજુરી મળી ગયી હતી અને બાદમાં પોલેન્ડની યુવતી અને ભૂમિક ભારત આવ્યા હતા. સુરતમાં તેઓના ધામધૂમ પૂર્વક 9 માર્ચ 2023ના રોજ લગ્ન પણ થયા હતા. પીઠી, ગણેશ સ્થાપનાથી લઈને તમામ રસમ હિંદુ રીત રીવાજ મુજબ જ લગ્ન કર્યા હતા. તેઓના લગ્નમાં તમામ સગા સબંધીઓ સહિતના મહેમાનો ઉપસ્થિતિ રહીને આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.

દુલ્હો અને દુલ્હન પોતાના લગ્નમાં ભારે નાચ્યાં હતાં.
લગ્ન દરમ્યાન યુવતિ ગરબે ઘૂમી
લગ્ન દરમ્યાન બંને પ્રેમી પંખીડાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શેરવાનીમાં દુલ્હો તો પોલેન્ડની યુવતી દુલ્હન બનીને ગોરી રાધાને કાળો કાન ગીત પર બંનેએ ડાન્સ પણ કર્યો હતો અને યુવતી ગરબે પણ ઘુમી હતી.

અનોખા લગ્નને લોકોએ મોબાઈલના કેમેરામાં કંડારી લીધા હતાં.
દીકરાની ખુશીમાં જ અમારી ખુશી
ભૂમિકના પિતા વાલજીભાઈએ જાણાવ્યું હતું કે, દીકરા માટે અમે ભારતમાં જ છોકરી શોધતા હતા. પરંતુ, આ દરમ્યાન દીકરાને ત્યાંની એક છોકરી પસંદ હતી. બંને વચ્ચે પ્રેમ હતો. દીકરાએ જયારે આ વાત કરી ત્યારે અમે ચોંકી ઉઠ્યા હતા. પરંતુ, દીકરાની ખુશીમાં જ અમારી ખુશી છે. અમે તેને લગ્નની મંજુરી આપી હતી. દીકરો સુરત આવ્યો હતો. પુત્રવધુ પણ સુરત આવી હતી. તમામ લગ્નની વિધિ હિંદુ રીત રીવાજ મુજબ જ થઇ હતી. પ્રેમને કોઈ સીમાડા નડતા નથી.

રાજીખુશીથી એક મેક સાથે લગ્ન યોજાયા હતાં.
ભારે કૂતુહલ સર્જાયું
યુવતીને ભારતીય સંસ્કૃતિ સાથે પ્રેમ હોવાથી લગ્ન કરવા માટે ભારત આવી અને આ કપલે આજે ભારતીય પરંપરા અનુસાર સપ્તપદીના વચનો લીધા હતા. આ સિવાય યુવતી વરઘોડામાં ગરબે પણ ઘૂમી હતી. આ લગ્નને લઈને લોકોમાં ઉત્સાહ સાથે આતુરતા હતી અને કુતુહલ પણ જોવા મળ્યું હતું.