Friday, March 24, 2023

દોઢ વર્ષ પહેલાં 13 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઇ દૂષ્કર્મ ગુજાર્યું હતું | A year and a half ago, a 13-year-old girl was lured into a love trap and raped. | Times Of Ahmedabad

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

આંકલાવમાં રહેતા શખ્સે 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. બાદમાં તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં કોર્ટે તેને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આંકલાવના અંબાલી રોડ પર આવેલા બગદાદનગરમાં રહેતા શખ્સે 13 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને 8મી ઓગષ્ટ,21ના રોજ તેને લગ્ન કરવાના ઇરાદે લલચાવી પટાવી ભગાડી ગયો હતો. બાદમાં તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત કોઇ વચ્ચે આવશે તો કોઇને જીવતા રહેવા દઇશ નહીં. તેવી ધમકી પણ આપી હતી. આ અંગે આંકલાવ પોલીસે આરોપી સામે ગુનો નોંધી 2જી સપ્ટેમ્બરના રોજ તેની અટક કરી હતી. આંકલાવ પોલીસે જરૂરી કાર્યવાહી બાદ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.

આ કેસ આણંદના સ્પેશ્યલ જજ અને એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકિલ જે.એસ. ગઢવીની દલીલ, 15 મૌખીક પુરાવા અને 17 દસ્તાવેજી પુરાવા ન્યાયધીશે માન્ય રાખ્યાં હતાં અને આરોપીને દોષીત જાહેર કર્યો હતો અને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ ઓફેન્સ રૂલ્સ 2020ના નિયમ 9 (2) મુજબ રૂ. પાંચ લાખ કિશોરીને ચુકવવા હુકમ કર્યો હતો.

કઇ કલમ હેઠળ કેટસી સજા ફરમાવી?

  • આઈપીસી 363માં ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ. પાંચ હજારનો દંડ.જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા.
  • આઈપીસી કલમ 366માં સાત વર્ષની સખત કેદની સજા તથા રૂ. સાત હજારનો દંડ.જો દંડની રકમ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદની સજા.​​​​​​​
  • પોક્સો કલમ -4 મુજબ આજીવન કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ.જો દંડની રકમ ન ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા.​​​​​​​
  • પોક્સો કલમ – 6 મુજબ આજીવન કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ.જો દંડની રકમ ન ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા.​​​​​​​
  • પોક્સો કલમ -8 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ. પાંચ હજારનો દંડ.જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.