Friday, March 24, 2023

દારૂબંધી માટે આખું ગામ એક થયું છતાં નબીરાઓ દ્વારા દારૂનો ધંધો ચાલુ, પોલીસને આવેદનપત્ર આપી સંપૂર્ણ દારૂબંધી કરાવવા માગ | Even though the whole village united for liquor ban, the liquor business continued by the Nabirs, they submitted a petition to the police and demanded complete liquor ban. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Deesa
  • Even Though The Whole Village United For Liquor Ban, The Liquor Business Continued By The Nabirs, They Submitted A Petition To The Police And Demanded Complete Liquor Ban.

ડીસા12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડીસા તાલુકાના નવાગામમાં ગ્રામજનોએ એકત્ર થઈ સંપૂર્ણ દારૂબંધી કરવાનો નિર્ણય અગાઉ કર્યો હતો. પરંતુ ગામના કેટલાક માથાભારે તત્વોએ ફરીથી દારૂ બનાવવાનો અને વેચવાનો ધંધો શરૂ કરતા ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસને આવેદનપત્ર આપી સંપૂર્ણ દારૂબંધી કરાવવા માંગ કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની હદે આવેલા ડીસા તાલુકાના નવાગામમાં અગાઉ ગ્રામજનોએ ગામના મુનિ મહારાજને ત્યાં એકત્ર થઈ સંપૂર્ણપણે દારૂબંધી કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ગામના કેટલાક અસામાજિક તત્વોએ ફરીથી ગામમાં દારૂ ગાળવાનો તેમજ વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે. જેથી ગામમાં સજ્જન લોકો તેમજ માતા બહેનોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે.

વ્યસનના રવાડે જતા યુવાધનને બચાવવા ગ્રામજનોની રજૂઆત
ગામના આગેવાનોએ ફરીથી સંપૂર્ણ રીતે દારૂબંધી થાય તે માટે ડીસા તાલુકા પોલીસ મથકે આવેદનપત્ર આપી દારૂ વેચતા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અંગે ગામના સરપંચ કુવરજી ઠાકોર અને આગેવાન મથુરજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગ્રામજનો સાથે મળી સંપૂર્ણ દારૂબંધી કરવામાં આવી છે તેમ છતાં કેટલાક લોકો તેનો અમલ કરતા નથી. જેથી આજે ગામના આગેવાનોએ યુવાધનને વ્યસનના રવાડે જતું બચાવવા માટે ડીસા તાલુકા પોલીસને આવેદનપત્ર આપ્યું હતું અને ગામમાં સંપૂર્ણ દારૂબંધી થાય તે માટે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.