વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,018 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 6 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,407 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 68 ઉપર પહોંચ્યો છે.
આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
વડોદરા શહેરના અકોટા, ગોત્રી, દિવાળીપુરા, અટલાદરા, છાણી અને એકતાનગર વિસ્તારમાં આજે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. કુલ 543 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 14 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 68 કેસ પૈકી 64 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 4 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ ચારેય દર્દી ઓક્સિજન છે. જ્યારે 44 લોકો હોમ ક્વોરન્ટીન છે.
રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા
વડોદરા સહિત રાજ્યના મોટા શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાના લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓનો રાફડો ફાટ્યો છે.