વિસનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
વિસનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખા દ્વારા સંવેદન 2023નું પોસ્ટર વિમોચન ગુજરાત ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ તેમજ વિસનગર નગરપાલિકા વર્ષાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખા દ્વારા સંવેદન અંતગર્ત વૃક્ષોને કપાતા બચાવવાનો છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા જિલ્લા દ્વારા 2015થી સંવેદન પ્રકલ્પ ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રકલ્પ હેઠળ નોટબુકની પાછળ વધેલા કોરા પેજ એકત્રિત કરીને આ કોરા પેજને બાઈન્ડીગ કરી ચોપડા બનાવી જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવે છે. જેમાં વિસનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખા દ્વારા આ પ્રકલ્પ અંતગર્ત બાળકોને કોરા પેજ એકત્ર કરી ચોપડા વિતરણ કરવા માટેનો છે. તેથી આ સંવેદન પોસ્ટર 2023નું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સંવેદન પ્રકલ્પ હેઠળ 147 થી વધારે વૃક્ષો બે કપાતા અટકાવ્યા છે અને 2023 માં 300 થી વધુ વૃક્ષોને કપાતા બચાવવાનો લક્ષ્યાંક છે.
જેમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, મારી તમામ સ્કૂલના ટ્રસ્ટીઓને તેમજ આયોજકોને અપીલ છે કે બે-બે ચોપડાના પણ પેજ બચાવી જે આ વિદ્યાર્થીઓએ ગરીબ બાળકો માટે કામ કરી રહ્યા છે જે દર વર્ષે 1500થી 2000 ચોપડા બનાવીને વિતરણ કરી રહ્યા છે. તો આપ બધા પણ સહયોગ આપી ગરીબ બાળકોને મફત ચોપડા મળે આવા વિદ્યાર્થીઓ કે જે આવી પ્રવુતિઓ કરી રહ્યા છે. તેમને પ્રોત્સાહન મળે તેવો સાથ સહકાર આપવો. હું પણ આ વિદ્યાથીઓને માર તરફથી દર વર્ષે ચોપડા આપીશ.