રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

વેરા-વસુલાત શાખાએ 15 મિલકત સીલ કરી.
આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા 15 મિલકત સીલ કરવામાં આવી છે. તેમજ 1 નળ કનેક્શન કાપવામાં આવ્યું છે. આ ઉપરાંત 46 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી 1.01 કરોડની રિકવરી કરવામાં આવી છે. આજ દિન સુધીમાં કુલ આવક રૂ.280.48 કરોડ થઈ છે. હાલ સિલિંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.
ફાયર સેફ્ટીના સાધનોની મોકડ્રીલ યોજાઇ
રાજકોટ મહાનગરપાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં લગાવવામાં આવતી ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે મોકડ્રીલ યોજવામાં આવે છે.11 માર્ચના રોજ ભક્તીભૂમી એપાર્ટમેન્ટ, નવો 40 ફૂટનો રોડ, મટુકી રેસ્ટોરાં પાછળ ફાયર સેફ્ટીની સાધનોની મોકડ્રીલ યોજવામાં આવી હતી.
અરજી કરનારને પહેલી તક અપાશે
આ ઉપરાંત 12 માર્ચના રોજ ભગીની નિવેદીતા ટાઉન શીપ, રેલનગર ખાતે ચીફ ફાયર ઓફિસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફ્ટીની તાલીમ મેળવે જેથી શહેરને વધુને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વૈચ્છિક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.

ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી.
ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગ અંગે તાલીમ અપાય છે
ફાયર સેફ્ટીની તાલીમ દરમિયાન 11 માર્ચના રોડ ભક્તીભૂમી એપાર્ટમેન્ટના 30થી 35 રહેવાસીઓ અને 12 માર્ચના રોજ ભગીની નિવેદીતા ટાઉન શીપના 50થી 60 રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયા હતા. ફાયર સ્ટાફ દ્વારા બિલ્ડિંગમાં લગાવવામાં આવેલ ફાયર સિસ્ટમ અને ફાયર સેફ્ટીના સાધનોને આગ લાગે ત્યારે કંઈ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સિસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કંઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવ્યું હતું.