પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં 09 માર્ચ 2023ના રોજ વિશ્વ કિડની દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય મુલાકાતીઓએ ભાગ લીધો હતો.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ કહ્યું કે વિશ્વ કિડની દિન એ 2006 થી દર વર્ષે માર્ચમાં બીજા ગુરુવારે ઉજવવામાં આવતી વૈશ્વિક આરોગ્યસંભાળ ઇવેન્ટ છે, જેનો હેતુ કિડનીના રોગોથી પીડિત દર્દીઓને સાથે લાવવા અને આરોગ્ય જાળવવામાં તેમની ભૂમિકા વિશે લોકોને શિક્ષિત કરીને “અદ્ભુત કિડની” વિશે જાગૃતિ લાવવાનો છે.

આ વર્ષની થીમ છે “બધા માટે કિડની આરોગ્ય – અણધાર્યા માટે તૈયારી કરવી, નબળા લોકોને ટેકો આપવો”. નિષ્ણાત ગાઈડ ઘ્વારા ઊર્જા સંરક્ષણ અને ડ્રોન ટેક્નોલોજી પર વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેથી સહભાગીઓએ અદ્યતન ટેકનોલોજી પ્રતિ વધુ ઉત્સુક બને અને આવનારા ભવિષ્યમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપી શકે.
