- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- He Took 74 Lakh Rupees From The Girl Saying That She Was An Acquaintance From Gandhinagar To Delhi, The Case Of Non return Reached The Police Station
નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક

નવસારી ખાતે રહેતા અને CRPFમાં પેરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા જવાને શહેરમાં જ રહેતી યુવતી સાથે ઓળખાણ કરી દુષ્કર્મ ગુજાર્યાની અને કુલ 74,83,317ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવતી દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાર લે-વેચના ધંધા માટે 31 લાખ રૂપિયા લીધા
નવસારી શહેરમાં રહેતી યુવતીનો 2022માં અમદાવાદના વસ્ત્રાલ ખાતે CRPFમાં પેરાકમાન્ડો તરીકે નોકરી કરતા મનીષકુમાર માર્કન્ડેયસિંહ રાજપુત સાથે પરિચય થયો હતો.આરોપીએ પીડિતાને વિશ્વાસમાં લઈ અનેકવાર શરીરસંબંધ પણ બાંધ્યા હતા.આ ઉપરાંત મનીષ રાજપૂતે યુવતીને કહ્યું હતું કે, તેના દિલ્હી,ગાંધીનગર,સુરત તથા અમદાવાદમાં સારા કોન્ટેક્ટ છે. દિલ્હીના VVIP જેવા કે PM,CM,હોમ મિનિસ્ટર,રાજ્યપાલ, રાષ્ટ્રપતી જેઓ એક વાર ફોર વ્હીલ ગાડી ઉપયોગ કરીને તેની હરાજી કરતા હોય છે. દિલ્હી તેના મીત્ર રાકેશભાઈ કે, જેઓ શ્રીનગરમાં મારી સાથે નોકરી કરતા હતા અને તેમના શ્રીનગર ખાતે બ્લાસ્ટ થતા બંને પગ કપાય જતા સરકારે રાકેશભાઈને દિલ્હીમાં નોકરી માટે બેસાડેલ છે અને ફોર વ્હીલ ગાડીઓ રાકેશભાઈની સહીથી નીકળતી હોય અને તેઓ મારા મીત્ર છે અને કારોની લે-વેચના ધંધામાં સારી એવી કમાણી છે. એવું કહીને મનીષને ધંધામાં પૈસાની જરૂરત હોવાનું જણાવ્યું હતું.જેથી યુવતીએ તેના પિતાના જમીનના પૈસામાંથી લખાણ આપ્યા વગર 25 લાખ રોકડા આપ્યા હતા.બીજી વખત 6 લાખ લીધા હતા.
વાઈનશોપમાં ભાગીદાર બનાવવાનું કહી રૂપિયા લીધા
કાર લે-વેચના ધંધાનું કહી પૈસા લીધા બાદ ફરી બીજી વાર આરોપીએ યુવતીને સેલવાસમાં વાઈન શોપમાં ભાગીદારી કરવાના નામે 25 લાખ રૂપિયા માગ્યા હતા. યુવતીએ વર્ષ 2022માં અલગ અલગ સમયે આરોપીને કુલ મળી 74 લાખ રૂપિયા આપ્યા હતા. 3 મહિના વિતવા છતાં કાર આવી નહિ અને બિયર બાર અંગે પણ કોઈ વાત આગળ ન વધતા યુવતીએ પોતાના રૂપિયા માગવાની શરૂઆત કરી હતી. પણ યુવકે પૈસા અંગે ઉડાઉ જવાબ આપવાની શરૂઆત કરતા યુવતીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની અને દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.