Tuesday, March 14, 2023

વેરો ન ભરતા પ્રેમજી વાલજી જ્વેલર્સ, ઓશિયા માર્કેટ સહિત 16 મિલકત સિલ, 60.50 લાખની વસુલાત | Premji Valji Jewellers, 16 properties including Osia Market not paying taxes, recovery of 60.50 lakhs | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા વર્ષ પુરુ થવા 17 દિવસ બાકી હોય 60 કરોડની ઉઘરાણી માટે રિકવરી ઝુંબેશ વધુ કડક બનાવી આજરોજ નાનામૌવા મેઈન રોડ ઉપર પ્રખ્યાત પ્રેમજી વાલજી જવેલર્સ અને ઓશિયા સુપર માર્કેટ સીલ કર્યા હતા. આ બન્નેનો 74 લાખથી વધુનો વેરો બાકી હોય અનેક નોટીસો આપ્યા બાદ આજે બંને યુનિટ સીલ કરવામાં આવી હતી.

39 મિલકત ધારકોને ટાંચ જપ્તીની નોટિસ
આજે કુલ 16 મિલકત સિલ કરી એક નળ જોડાણ કપાત કરી 39 મિલકત ધારકોને ટાંચ જપ્તીની નોટિસ આપવામા આવી હતી. જ્યારે સ્થળ ઉપર રૂા. 60.50 લાખની વસુલાત કરી હતી. 340 કરોડના લક્ષાંક સામે આજ સુધીમાં રૂા. 281.60 કરોડની આવક થઈ હોવાનું વેરાવિભાગે જણાવ્યું હતું.

આ સ્થળો પર કાર્યવાહી
વેરાવિભાગ દ્વારા રૈયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે નળ-કનેકશન કપાત કરતા રીકવરી રૂૂ 42,900, રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ. 37,300, ગીત ગુર્જરી રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. 40,860, પરસાણા નગરમાં 8-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, જામનગર રોડ પર આવેલ 3-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, 80 ફીટ રોડ પર આવેલ 3-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, સદગુરુનગરમાં 4 યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, પેડક રોડ પર આવેલ 2-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, ભાવનગર રોડ પર આવેલ 4-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, પેલેસ રોડ પર આવેલ 2-યુનિટ સીલ કરેલ કરેલ હતા.

ચડત વેરામાં હપ્તા સિસ્ટમની છેલ્લી તારીખ 31 માર્ચ
વેરાવિભાગ દ્વારા આજે લીમડા ચોક માં આવેલ 1-યુનિટ સીલ કરેલ, સુભાષ રોડ પર આવેલ 1-યુનિટ સીલ કરેલ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 7-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, નાના મોવા રોડ પર આવેલ 2-યુનિટ ના બાકી માંગણા સામે સીલ, નાના મોવા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.80000, મવડી રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. 1.10 લાખ, ઉમાકાંત નગરમાં 2-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, અમરનગર મેઇન રોડ પર આવેલ 2-યુનિટ સીલ કરેલ, સમ્રાટ ઇન્ડ એરીયામાં 2-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, ચામુંડા નગરમાં 2- યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, ગોપાલ નગરમાં 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ 1.00 લાખ, કોઠારીયા રીંગ રોડ પર આવેલ 2-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, કોઠારીયા રોડ પર આવેલ 3-યુનિટ સીલ કરેલ કરતા રીકવરી રૂ.1.20 લાખ તેમજ ચડત વેરામાં હપ્તા સિસ્ટમના રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ. 31/03/2023 હોય, વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

મનોદિવ્યાંગ સંસ્થાઓ વસ્તુઓ અર્પણ કરી

મનોદિવ્યાંગ સંસ્થાઓ વસ્તુઓ અર્પણ કરી

કલેકટરે મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે 15 લાખની વસ્તુઓ અર્પણ
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ હેઠળ આવેલી વિવિધ મનોદિવ્યાંગ સંસ્થાઓને લોકમેળા સમિતિમાંથી આશરે રૂપિયા 15 લાખ સુધીની વસ્તુઓ અર્પણ કરી હતી.કલેકટરેએ લોકમેળા સમિતિમાંથી આઠ અલગ-અલગ સંસ્થાઓના મનોદિવ્યાંગ બાળકો અને સંસ્થાઓની જરૂરિયાત મુજબ ટી.વી., કોમ્પ્યુટર, વોશિંગ મશીન, હોમ થિયેટર, 50 વ્હીલ ચેર સહિતની વસ્તુઓ અર્પણ કરી હતી. આ વેળાએ કલેકટરે બાળક મજૂરી અટકાવવા અને બાળ મજૂરી કરતા બાળકોનું સમાજમાં પુનઃ સ્થાપન થાય તે બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને કારખાનાના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: