મહેસાણા જિલ્લામાં આજે એક જ દિવસમાં નવા 16 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 68 પર પહોંચી ગયો | 16 new cases were reported in Mehsana district today, the number of active cases reached 68 | Times Of Ahmedabad

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • જિલ્લામાં સીઝનલ ફલૂના 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયો

મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો હવે 68 પર આવી પહોંચ્યો છે ત્યારે હવે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીગમાં વધારો કરી દેવામાં આવ્યો છે

મહેસાણા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે સતત ચોથા દિવસે કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. જેમાં આજે એક જ દિવસમાં 16 કેસ સામે આવ્યા જેમાં મહેસાણા શહેરમાં 2, ગ્રામ્ય વિસ્તારોમાં 3,કડી શહેર માં 2 અને ગામડાઓમાં 5, બેચરાજી તાલુકામાં 1, વિજાપુર શહેરમાં 1 અને ગામડાઓમાં 1,ખેરાલુ તાલુકામાં 1 મળી નવા 16 કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં આજે નવા 441 સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલી અપાયા છે.

સીઝનલ ફલૂના આજે એક દર્દી ડિસ્ચાર્જ કરાયો
મહેસાણા જિલ્લામાં બીજી બાજુ શરદી ખાંસીના કેસો સતત વધી રહ્યા છે.જિલ્લામાં આજે સીઝનલ ફ્લૂના એક દર્દીને રજા આપી દેવાઈ છે. તો બીજી તરફ સીઝનલ ફ્લૂનું વધુ એક સેમ્પલ લઇ તપાસ માટે લેબમાં મોકલી અપાયું છે.

અન્ય સમાચારો પણ છે…