જિલ્લામાં સોનાના દોરા, બાઇક તથા વીજ વાયર સહીત ત્રણ ચોરીના બનાવો બન્યા, ઈડરમાં સગીરાને ભગાડી જનાર વિરૂદ્ધ 16 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ | Three incidents of theft including gold thread, bike and electric wire took place in the district, a complaint was registered after 16 days against the person who abducted a minor in Eder. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Three Incidents Of Theft Including Gold Thread, Bike And Electric Wire Took Place In The District, A Complaint Was Registered After 16 Days Against The Person Who Abducted A Minor In Eder.

સાબરકાંઠા (હિંમતનગર)27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વૃદ્ધ મહિલાના ગળામાંથી દોઢ તોલાના સોનાના દોરાની ચોરી…
હિંમતનગરના મહાવીરનગરના વિસ્તારમાં ગાયત્રી મંદિર રોડ ઉપર સોમવારે સવારે સાડા નવ વાગ્યાના સુમારે મંદિરેથી ઘરે જતા વૃદ્ધ મહિલાના ગળામાંથી અજાણ્યા બાઇક ચાલક ઇસમે સોનાનો દોરો તોડી ભાગી ગયા હતા. આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલ ઓમ બંગલોઝમાં રહેતા 67 વર્ષીય શારદાબેન પટેલ જે ગઈકાલે સવારે ઉમિયા માતાજીના મંદિરેથી દર્શન કરી પરત ચાલતા ઘરે આવી રહ્યા હતા. ત્યારે અચાનક અજાણ્યા મોટરસાયકલ ચાલક તથા તેની પાછળ બેસેલા બાઈક સવારે વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાનો દોઢ તોલાના વજનનો દોરો કિંમત રૂપિયા 82 હજારનો તોડી લઈને બંને આરોપી બાઈક લઈને ભાગી ગયા હતા. આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશને શારદાબેન પટેલે ફરિયાદ નોંધાવી હતી. એ-ડિવિઝન પોલીસે બે અજાણા બાઇક ચાલકો સામે ગુનો નોંધી સીસીટીવીના ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પાર્કિંગમાંથી બાઇક ચોરાઈ…
હિંમતનગરના મોતીપુરામાં આવેલા એસ.એસ. મહેતા કોલેજ સામેની ખુલ્લી જગ્યામાં કોલેજના પ્રવિણસિંહ પરમારે 25 માર્ચના સવારે 8 વાગ્યે પોતાની બાઈક પાર્ક કરી હતી અને 11 વાગે જોતા હતી નહીં. જેને લઈને આજુબાજુમાં તપાસ કરી હતી. તો અજાણ્યા ચોર ઈસમોએ સાડા ત્રણ કલાકમાં પાર્ક કરેલી બાઈક ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઇડરના કમાલપુર ગામમાં 17 વીજ થાંભલા પરથી વાયરની ચોરી…
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કમાલપુર ગામની સીમમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ ગામની સીમમાં લગાવેલા વીજ થાંભલા પરથી એલ્યુમિનિયમનો 2400 મીટર વાયર કાપી ચોરી કરી લઈ ગયા હતા. કમાલપુર ગામની સીમમાં 26 માર્ચની રાત્રે 9 વાગ્યાથી 27 માર્ચના સવારના 8 વાગ્યાના સમય દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ યુજીવીસીએલના દેશોતર પેટા વિભાગ કચેરીના સેજામાં આવતા કમાલપુર ગામની સીમમાં કમાલપુરથી ફલાસણ ગામ તરફ જતી એ.જી.ફીડર ઇલેક્ટ્રીક લાઇનના થાંભલા પૈકીના 17 થાંભલાના વચ્ચેના 16 ગાળાના એલ્યુમિનિયમ વાયરના પીન ઇન્સ્યુલેટર ઉપરથી કાપી નાખી થાંભલા ઉપરના એલ્યુમિનિયમના 55 mmની સાઈઝના જેમાં એક વાયર 800 મીટર લેખે કુલ ત્રણ વાયરો લંબાઈ 2400 મીટર થાય છે. તેનું વજન આશરે 355 કિલોગ્રામ થયા છે. જેની કિંમત રૂ 81,556ની થાય છે. જે મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગેની જાણ યુજીવીસીએલને થતાં જાદર પોલીસ સ્ટેશનમાં દિપક કુમાર ચંદ્રકાન્ત વૈષ્ણવે ફરિયાદ નોંધાવી છે.

ઈડરના કુકડીયામાંથી સગીરાને ભગાડી જતાં 16 દિવસ બાદ ફરિયાદ…
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કુકડીયા ગામેથી 12 માર્ચના બપોરના ત્રણ વાગ્યાના સમયે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુરા ગામના કરણ રાજુ રાવળે લીલાબેન ભગાભાઈ રાવળની દીકરીની ભગાડી લઈ ગયો હતો. જેને લઇને પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ નહીં મળતાં ઇડર પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ ભગાડી જનાર કરણ સામે ફરિયાદ નોંધાવી છે. તો ઇડર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post