બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
- કૉપી લિંક
સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં રોજગાર માર્ગદર્શન સેમીનાર હેઠળ શીખો અને કમાઉ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 176 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં NTTF Toyota tususho India Pvt LTD Welspun India LTD Anjar જેવી કંપનીઓ આવેલ હતી જેમા રોજગાર માર્ગદર્શન માટે બંને કંપની માંથી મેનેજર અને તાલીમ ઓફિસર આવેલ હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. રોજગાર ભરતી મેળામાં મુખ્ય મહેમાન એ.આર મલેક CNV ઇન્સ્પેક્ટર શ્યામજીસર NTTF કિરણ એમ પરમાર જુનિયર ઓફિસર, દિવ્યા તિવારી મેનેજર ટોયટો કંપની નારાયણભાઈ Welspun India Ltd જી.પી વાઘેલા આંકડા મદદનીશ એમ.એ સવાયા પ્લેસમેન્ટ ઓફિસર દેસાઈ ગોકુલભાઈ ઈમ પેક્સ બી સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના આચાર્ય સાહેબ મણીભાઈ મેવાડા, મહેન્દ્રભાઈ પંચાલ સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલ બેન નેહલબેન પરમાર, હેતલબેન ગીતાબેન તથા તમામ અધ્યાપિકાબેન ઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના આગેવાન પ્રમુખ સાહેબ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂરું પાડવામાં આવ્યું હતું.