હિંમતનગરમાં જોગણી માતાજીનો 18મો પાટોત્સવ યોજાયો; ભક્તો માતાજીના રથના સારથી બન્યા | 18th Patotsav of Jogani Mataji held in Himmatnagar; Devotees became the essence of Mataji's chariot | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હિંમતનગરના જૂની જિલ્લા પંચાયત પાસે આવેલા શક્તિનગર વિસ્તારમાં શ્રી જોગણી માતાજીનો 18મો પાટોત્સવ શુક્રવારે એટલે કે આજે યોજાયો હતો. આ પ્રસંગે માતાજીના મંદિરમાં હવન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તોએ માતાજીને રથમાં સવાર કરીને રથના સારથી બની ધન્યતા અનુભવી હતી.

હિંમતનગરના શક્તિનગર વિસ્તારમાં 250 વર્ષ પુરાણું શ્રી જોગણી માતાજી અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. આજે શક્તિનગર વિસ્તારમાં જોગણી માતાજીના 18માં પાટોત્સવ નિમિત્તે હવન અને શોભાયાત્રા યોજાઈ હતી. તો મહાઆરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. મંત્રોચાર સાથે માતાજીના પાટોત્સવના હવનનો પ્રારંભ થયો હતો.

જેમાં અજિત મહારાજ શાસ્ત્રીએ મંત્રોચ્ચાર સાથે હવન વિધિ કરાવી હતી. હવનમાં મુખ્ય યજમાન તરીકે મહેશસિંહ મકવાણા પરિવારે લાભ લીધો હતો, 8થી 11.30 સુધી હવન યોજાયો હતો. ત્યારબાદ પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શ્રી જોગણી માતાજીના મંદિરેથી નીકળી હતી. ભક્તોએ માતાજી વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરીને શક્તિનગરના વિસ્તારમાં શક્તિ અને ભક્તિ સાથે માતાજીના રથના ભક્તો સારથી બની રથને ખેંચ્યો હતો.

આ શોભાયાત્રામાં વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા વિસ્તારમાં ફરીને પરત જોગણી માતાજીના મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવનની પૂર્ણાહુતિમાં શ્રીફળ હોમ અને મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી શક્તિનગર યુવા ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાંજે મહિલા મંડળ ભજન દ્વારા કાર્યક્રમ કરવામાં રાખવામાં આવ્યો હતો. ત્યારે માતાજીના પાટોત્સવ નિમિત્તે સ્થાનિકોએ હર્ષોલ્લાશ સાથે ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post