MSUની બેઠકમાં સ્ટાફની ભરતીની માંગ કરતા જ સેનેટ સભ્ય સસ્પેન્ડ, બહાર આવી કહ્યું- 'આ દેશમાં સવાલ પૂછવો સૌથી મોટો ગુનો છે' | A suspended Senate member came out after demanding staff recruitment at the MSU meeting, saying - 'Asking a question is the biggest crime in this country'. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Suspended Senate Member Came Out After Demanding Staff Recruitment At The MSU Meeting, Saying “Asking A Question Is The Biggest Crime In This Country”.

વડોદરા13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સેનેટ સભ્ય નિકુલ પટેલ.

શહેરની એમ.એસ.યુનિવર્સિટી (MSU) ખાતે આજે મળેલી સેનેટની બેઠકમાં ભરતીની માંગણી કરતા સેનેટ મેમ્બર નિકુલ પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તો બીજી તરફ યુનિવર્સિટીમાં વિવિધ પરીક્ષાઓના પરિણામ મોડા આવતા સેનેટ સભ્ય સત્યેન કુલાબકરે તારીખ પે તારીખ ડાયલોગ બોલ્યા હતા.

MSUમાં 2100 જગ્યા ખાલી
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે આજે સેનેટની વાર્ષિક બેઠક યોજાઇ હતી. જેમાં સેનેટ સભ્ય નિકુલ પટેલ એક વિશેશ ટીશર્ટ પહેરીને આવ્યા હતા. જેના પર લખેલું હતું કે 156ની જાહેરાત, 20 લાખ નોકરી, MSUથી શરૂ કરો 700 ટીચર્સ 1400 નોન ટિચિંગની ભરતી. નિકુલ પટેલે સેનેટની બેઠકમાં પણ પોતાનો વારો આવતા આ મુદ્દો ઉઠાવ્યો હતો અને યુનિવર્સિટીમાં ખાલી પડેલી 2100 જેટલી ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફની ભરતી કરવાની માંગણી હતી. જો કે આ દરમિયાન તેમણે આ મુદ્દે સરકાર તરફ ઇશારો કરતા સરકાર નિયુક્ત સેનેટ સભ્યો ઉગ્ર બન્યા હતા અને નિકુલ પટેલને તાત્કાલીક સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. નિકુલ પટેલ પણ પોતાની માંગણી સાથે વાઇસ ચાન્સેલર અને રજીસ્ટ્રારની બેઠક સુધી પહોંચ્યા હતા. જેથી વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. વિજય શ્રીવાસ્તવે નિકુલ પટેલને બેઠકમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

આ બ્રુટલ ડેમોક્રસીનું ઉદાહરણ
નિકુલ પટેલને સસ્પેન્ડ કરતા તેઓ સેનેટ હોલમાંથી બહાર આવ્યા હતા અને પોતાની માંગણીઓ અને સસ્પેન્ડ કરવાના નિર્ણયને લઇને ભાવુક થઇ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આંખમાં આંસુ સાથે નિકુલ પટેલે જણાવ્યું હતું કે, આ દેશમાં સવાલ પૂછવો સૌથી મોટો ગુનો છે. હું તો પ્રતિનિધિ તરીકે રજૂઆત કરી રહ્યો હતો. પરંતુ વાઇસ ચાન્સેલરે બીજા સેનેટ-સિન્ડિકેટ મેમ્બરોના દબાણમાં આવીને સસ્પેન્ડ કર્યો છે. આ દુખની વાત છે. આ દેશમાં વ્હાલા દવાલાની નીતિ છે. લોકશાહી મરીપરવારી છે. બ્રુટલ ડેમોક્રસીનું ઉત્તમ ઉદાહરણ અહીં જોઇ શકો છો. મેજોરીટીના જોર પર કોઇ સેનેટ મેમ્બરે બૂમો પાડીને કહ્યું કે આને સસ્પેન્ડ કરો. એક સેનેટ મેમ્બર દ્વારા મારું માઇક છીનવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મારી જગ્યા પર હતો છતાં મને ધક્કો માર્યો. એક સેનેટ મેમ્બર પોતાની રજૂઆત કરવા આવે ત્યારે તેને સસ્પેન્ડ કરવામાં આવે તો આ લોકશાહીમાં તાનાશાહી પ્રસ્થાપિત થઇ ગઇ છે એવું બતાવે છે.

સેનેટ સભ્યએ કહ્યું મારા પુત્રનું પરિણામ સમયસર નથી આવ્યું
બેઠક દરમિયાન સેનેટ સભ્ય ડૉ. મિતેશ શાહે રજૂઆત કરી હતી કે મારા પુત્રનું પરિણામ પણ સમયસર નથી આવ્યું. આ તકનો લાભ લઇ સેનેટ સભ્ય અમર ઢોસમે ઉભા થયા હતા અને તેમણે યુનિવર્સિટીએ સેનેટની સભામાં આપેલ બુકમાં સમયસર પરિણામ આપવામાં આવે છે તે વાતનો છેદ ઉડી ગયો છે તેવી રજૂઆત કરી હતી. તેમજ તેમણે યુનિવર્સિટી સમયસર પરિણામ મળે છે તેવું ખોટું બોલે છે તેમ જણાવ્યું હતું. આ તકનો સેનેટ સભ્ય અને કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે પણ રાજકીય રીતે ટીખળના ટોનમાં કહ્યું કે, ભાઇ યુનિવર્સિટી ખોટી નથી આવી રજૂઆત કરનારા ખોટા છે.

સત્યેન કુલાબકરે કરે કહ્યું- તારીખ પે તારીખ
સેનેટ સભ્ય સત્યેન કુલાબકરે બેઠકમાં જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટીની કેટલીક ફેકલ્ટીઓમાં પરીક્ષાના પરિણામો સમયસર નથી મળતા, મિલતી હૈ તો તારીખ પે તારીખ. સાથે તેમણે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં જગ્યાના અભાવ તેમજ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થતાં કર્મચારીઓના પેન્શન નિવૃત્તિના દિવસથી જ શરૂ થઇ જાય અને તેમને ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા ઉભી કરવા પર ભાર મુક્યો હતો.

સેનેટની બેઠકમાં વિજીલન્સની એન્ટ્રી
સેનેટની બેઠક દરમિયાન સેનેટ સભ્યો દ્વારા શાબ્દિક પ્રહારો થતાં સ્થિતિ એટલી હદે વણસી હતી કે યુનિવર્સિટીના વિજીલન્સ ઓફિસર પી.પી. કાનાણી તેમની ટીમ સાથે અંદર આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સેનેટની બેઠકમાં યુનિવર્સિટીની વિજીલન્સની ટીમ એન્ટ્રી કરતી નથી.

હંગામી કર્મચારીઓની કાયમી કરવાની માંગણી
એમ.એસ.યુનિવર્સિટીમાં નોકરી કરતા હંગામી કર્મચારીઓનું યુનિયન પણ આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવી પહોંચ્યું હતું અને તેમણે કાયમી કરવાની માંગણી સાથે આવેદન આપ્યું હતું. તેમજ વાઇસ ચાન્સેલરને ઘેરી લઇ આ અંગે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post