- Gujarati News
- Local
- Gujarat
- Sabarkantha
- In Nanpur Of Prantij, The Smoke From The Ground Stopped After 18 Hours, JCB Dug A Pit And Took Out The Puran, The Pollution Department Took A Sample.
સાબરકાંઠા (હિંમતનગર)3 મિનિટ પહેલા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુરમાં આમોદ્રા રોડ પર સ્મશાન પાસેની ખુલ્લી જગ્યામાં જમીનમાંથી નીકળતા ધુમાડાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું હતું અને ગુરુવારે દિવસભર અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધા બાદ અંતે પ્રદુષણ વિભાગે સેમ્પલ લીધું હતું. શુક્રવારે જેસીબીથી ખોદી નાખવામાં આવેલા ખાડા ખુલ્લા છે.

નનાનપુર ગામમાં આમોદ્રા જવાના માર્ગ પર સ્મશાન નજીક ખુલ્લી જગ્યામાં બુધવારે ધુળેટીની સાંજે ખુલ્લી જમીનમાં લાકડા લેવા ગયેલી મહિલા સવિતાબેન ચેનવાના પગ જમીનમાં ઉતારી ગયા હતા અને મહિલા દાજી ગયા હતા. બૂમાબૂમ કરતા આજૂબાજુના લોકો દોડી આવ્યા હતા અને પગે દાજી ગયેલ સવિતાબેનને બહાર કાઢી 108માં સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. 24 કલાક બાદ ગુરુવારે સાંજે મહિલાને સારવાર કરીને સિવિલમાંથી ઘરે લાવ્યા હતા. આ ઘટના બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ હતી અને લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. તો ધુમાડા દેખવા મળ્યા હતા. પંચાયત દ્વારા ફાયર વિભાગને બોલાવ્યા બાદ પાણીનો મારો ચલાવ્યો હતો અને પંચાયત દ્વારા પણ ટેન્કર વડે પાણી નાખવામાં આવ્યું હતું. 18 કલાક બાદ ગુરુવારે ધુમાડો બંધ થયો હતો.

નનાનપુર પંચાયત દ્વારા આ ઘટનાની તાલુકા પંચાયત સહિત ઉચ્ચ્ય કક્ષાએ જાણ કરાઈ હતી. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી સ્થળે આવ્યા બાદ જેસીબી વડે બંને સ્થળે ખાડા ખોદીને 10 વર્ષ પહેલા કરેલા પુરાણનો બહાર ઢગલો કરવામાં આવ્યો હતો. બપોરે પ્રાંતિજ મામલતદાર આવ્યા હતા અને સાંજે પ્રદુષણ વિભાગની ટીમ આવી હતી. જેમણે સ્થળ પરથી એક સેમ્પલ લીધું હતું. આ અંગે મદદનીશ પર્યાવરણ ઈજનેર વૈભવીબેન નાગરે જણાવ્યું હતું કે, નનાનપુરમાં જમીનમાંથી ધુમાડા નીકળતા હોવાની જાણ કર્યા બાદ સ્થળ પર જઈને ટીમ સાથે સેમ્પલ લીધું છે જેને તપાસમાં મોકલાવ્યું છે અને 15 દિવસમાં રીપોર્ટ આવશે.

હજુ જેસીબીથી ખોદેલા ખાડા યથાવત છે, પુરાણ ખાડા બહાર છે. બીજી તરફ નનાનપુર પંચાયતના તલાટી દ્વારા અંબુજા એક્સપર્ટ લી.ને ત્રણ દિવસમાં કરેલા પુરાણ દૂર કરવા નોટીસ આપી છે. આ ઘટના બાદ તંત્રની હરકત પરિણામ ક્યારે આવશે તેની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે.








