Friday, March 10, 2023

દાહોદના રળીયાતી ઓળી આંબામાં 'તમે કેસ કેમ ચલાવો છો?' તેમ કહી સશસ્ત્ર હુમલો કરતાં સાતને ઈજા | 'Why are you prosecuting the case?' Seven were injured in the armed attack | Times Of Ahmedabad

દાહોદ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકાના રળીયાતી ઓળી આંબા ગામે રોડની બાજુમાં નાની ખરજ ગામના લોકો વચ્ચે અગાઉના ઝઘડાની અદાવતમાં તકરાર થઈ હતી.જેમાં કુહાડી, લોખંડની પાઈપ તથા લાકડી જેવા મારક હથિયારો ઉછળતા સાત જેટલા લોકોને ગંભીર ઈજાઓ થતા તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપતા ફરિયાદ નોંધાંવાઈ છે.

તમે કેમ સમાધાન કેમ નથી કરતા
પ્રાપ્ત વિગત અનુસાર નાની ખરજ ગામનાં બાંડી ખેડા ફળિયામાં રહેતા ભુરીયા કુટુંબના દવેશભાઈ હીમાભાઈ, કમલેશભાઈ હીમાભાઈ, સુરેશભાઈ જવસીંગભાઈ, દીનુભાઈ જવસીંગભાઈ, ભારતાભાઈ બચુભાઈ, કનેશભાઈ નારૂભાઈ, સુનીલભાઈ ભારતાભાઈ તથા રાજેશભાઈ મલજીભાઈ માવીએ ધુળેટીના દિવસે રળીયાતી ઓળી આંબા ગામે બપોરના સમયે અગાઉના ઝઘડાની અદાવત રાખી હુમલો કર્યો હતો.એક સંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી, કુહાડી, લોખંડની પાઈપ તથા લાકડીઓ જેવા મારક હથિયારો સાથે આવી તેમના ફળિયાના સંજયભાઈ સવલાભાઈ અમલીયારને ગાળો બોલી તમો અમારા ઉપરનો કેસ કેમ ચલાવો છો અને સમાધાન કેમ નથી કરતા. આજે તમને બધાને મારવાના છે.

સમાધાન કરી દેજો નહીં તો ફરીથી મારવાની ધમકીઓ આપી
તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ કુહાડી, લોખંડની પાઈપ તથા લાકડી જેવા મારક હથિયારોનો ઉપયોગ કરી સવલાભાઈ અમલીયાર, રંગાભાઈ અમલીયાર, શકરાભાઈ અમલીયાર, તાનસીંગભાઈ અમલીયાર, મેસુલભાઈ અમલીયાર, દીલીપભાઈ અમલીયાર ખતથા સંજયભાઈ સવલાભાઈ અમલીયારને ઈજાઓ પહોંચાડી

હતી. કોર્ટવાળા કેસમાં સમાધાન કરી દેજો નહીં તો ફરીથી મારીશું તેમ કહી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે નાની ખરજ ગામના ઈજાગ્રસ્ત સંજયભાઈ સવલાભાઈ અમલીયારે દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: