Friday, March 17, 2023

એમ.એસ.યુનિવર્સિટીમાં અમિત શાહ ચીફ ગેસ્ટ, 191 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે | Amit Shah chief guest at MS University, 191 students to be awarded gold medals | Times Of Ahmedabad

API Publisher

વડોદરાએક મિનિટ પહેલા

એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. વિજય શ્રીવાસ્તવ.

આવતીકાલ શનિવારે વડોદરાની ધ મહારાજા સયાજીરાવ વિશ્વવિધ્યાલયના 71માં પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ગેસ્ટ ઓફ ઓનેર્સ તરીકે રાજ્યના શિક્ષા મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં 14761 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.

14761 જેટલા વિદ્યાર્થીઓનો પદવીદાન
કાર્યક્રમ અંગે માહિતી આપતા એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 18 માર્ચના રોજ સાંજે 5 વાગ્યે યુનિવર્સિટી હેડ ઓફિસની પાછળ કોન્વોકેશન ગ્રાઉંડ ખાતે 71માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14761 જેટલા વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાશે. જેમાં 6713 વિદ્યાર્થીઓ અને 8048 વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવશે.

કુલ 302 ગોલ્ડ મેડલ 191 વિધ્યાર્થીઓને એનાયત થશે
71માં પદવીદાન સમારોહમાં કુલ 302 ગોલ્ડ મેડલ 191 વિધ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. જેમાં 77 વિધ્યાર્થીઓને 115 ગોલ્ડ મેડલ અને 114 વિદ્યાર્થિનીઓને 187 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સાથે સાથે વર્ષ 2021-2022માં જે વિધ્યાર્થીઓના પી.એચડી પૂર્ણ થયા છે તેવા 100 જેટલા વિધ્યાર્થીઓને પણ પદવીદાન સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે .

ફેકલ્ટી પ્રમાણે ગોલ્ડ મેડલ

ફેકલ્ટી વિદ્યાર્થી વિદ્યાર્થિની
ફેકલ્ટી ઓફ આર્ટ્સ 16 19
બરોડા સંસ્કૃત મહા વિધ્યાલય 0 3
ફેકલ્ટી ઓફ સાયન્સ 17 25
ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી 1 12
ફેકલ્ટી ઓફ કોમર્સ 8 12
ફેકલ્ટી ઓફ મેડિસિન 14 29
ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એંજિનિએયરિંગ 33 21
ફેકલ્ટી ઓફ લો 7 13
ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ 3 9
ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કૉમ્યુનિટી સાઇન્સ 0 18
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક 4 6
ફેકલ્ટી ઓફ પેરફોર્મિંગ આર્ટ્સ 8 8
ફેકલ્ટી ઓફ મેનેજમેંટ સ્ટડીસ 5 5
ફેકલ્ટી ઓફ જર્નલીસમ એન્ડ કોમ્યુનિકેશન 0 3
ફેકલ્ટી ઓફ ફાર્મસી 1 4

ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓને સ્કાર્ફ મળશે
વાઇસ ચાન્સેલર પ્રો.(ડો.) વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા ત્વરિત નિર્ણય લઈ ને જેતે વિભાગને સૂચના આપી વિદ્યાર્થીઓને સ્કાર્ફ સમયસર મળી રહે તે સુનિશ્ચિત કર્યું અને વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહમાં એ સ્કાર્ફ પોતાની ફેકલ્ટી ખાતેથી મેળવી લેવાના રહેશે. કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ અને ગેસ્ટ ઓફ ઓનેર્સ તરીકે રાજ્યના શિક્ષા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ મહારાજા સયાજીરાવ વિશ્વવિધ્યાલયના નવનિર્મિત એમ.આર.આઈ.ડી ભવનનું ડિજિટલ મોડથી લોકાર્પણ કરવામાં આવશે.

વરસાદ છતાં સ્થળ નહીં બદલાય
ઉલ્લેખનીય છે કે પદવીદાન સમારંભના એક દિવસ પહેલા જ વડોદરા શહેર અને જિલ્લામાં કરા સાથે માવઠું થયું છે. જો કે બીજી તરફ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે કાર્યક્રમ મેદાનમાં જ યોજાશે અને પાણી સુકાઇ જશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

About the Author

API Publisher / Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment