Friday, March 17, 2023

જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 11 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 38 પર પહોંચ્યો | 11 cases of corona were reported in the district in a single day, the number of active cases reached 38 | Times Of Ahmedabad

મહેસાણા12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના 11 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 38 પર આવી પહોંચ્યો છે. ત્યારે હવે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીગમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. જેમાં આજે એક જ દિવસમાં 11 કેસ સામે આવ્યા જેમાં મહેસાણા ગ્રામ્ય વિસ્તારોમાં 1,કડી શહેરમાં 2 અને ગામડાઓમાં 2, બેચરાજી તાલુકામાં 1, વિજાપુર શહેરમાં 2,વિસનગર તાલુકામાં 2 મળી કુલ 11 નવા કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં આજે નવા 765 સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલી અપાયા છે.

સીઝનલ ફલૂના આજે બે સેમ્પલ લેવાયા
મહેસાણા જિલ્લામાં બીજી બાજુ શરદી ખાંસીના કેસો સતત વધી રહ્યા છે.જિલ્લામાં આજે સીઝનલ ફ્લૂના એક પણ કેસ નોંધાયો નથી.ત્યારે આજે સીઝનલ ફ્લૂના 2 સેમ્પલ લઇ લેબમાં મોકલી અપાયા છે.તેમજ હાલમાં મહેસાણા જિલ્લામાં સીઝનલ ફ્લુનો 2 કેસ એક્ટિવ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.