Tuesday, March 14, 2023

પાલીતાણાના વિક્રમનગર સોસાયટીની શેરી પાસે જાહેરમાં જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા | 2 persons caught gambling in public near Vikramnagar society street in Palitana | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસે વિક્રમનગર સોસાયટીની શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા બે શખ્સોને રોકડા રૂપિયા 27 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ​​​​​​​ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પાલીતાણા ટાઉન વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમાં હતાં. આ દરમિયાન પાલીતાણા ચુનાની ભઠ્ઠી, વિક્રમનગર સોસાયટીમાં શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હાર જીત કરી જુગાર રમતાં હોવાની મળેલ હકીકત આધારે રેડ કરી હતી. ​​​​​​​પોલીસે બે ઇસમોને ઝડપી લીધો હતા, જેમાં સંજયભાઇ દેવજીભાઇ રાઠોડ ઉ.વ.37 તથા બુધાભાઇ બાબુભાઇ રાઠોડ ઉ.વ.44 રહે.બંને ચુનાની ભઠ્ઠી આદપુર રોડ પાલીતાણા વાળાઓ પાસેથી ગંજીપત્તાનાં પાના તથા રોકડા 27,500 મળી મળી કુલ કિ.રૂ.27,500નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ઝડપાયેલા બંને શખ્સો વિરૂધ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: