Tuesday, March 14, 2023

હળવદમાં લોખંડના સળિયા ચોરવાના પ્રકરણમાં ચાર ઝડપાયા | Four arrested in case of stealing iron rods in Halwad | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોયબા નજીક ટ્રકમાંથી સસ્તા ભાવે બારોબાર ઉતારી લેવાયેલ રૂ.77 હજારની ચોરાઉ ખીલાસરી કબ્જે કરાઇ

કચ્છ તરફથી લોખંડની ફેક્ટરીમાંથી લોખંડના સળિયા ભરીને પસાર થતી ટ્રકના ડ્રાઇવરને ફોડી લઈ હળવદ પંથકમા સસ્તાભાવે લોખંડના સરિયા ઉતારી લેવાના કૌભાંડમાં મોરબી એસઓજી ટીમે છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યાના પ્રકરણમાં ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

કચ્છ-હળવદ-અમદાવાદ હાઇવે ઉપર આવેલી હોટલ તેમજ અલગ અલગ જગ્યાએ કચ્છમા આવેલી લોખંડની ફેક્ટરીમાંથી લોખંડના સળિયા ભરીને નીકળતા ટ્રકમાંથી બારોબાર સસ્તા ભાવે સળિયા ઉતારી ખુલ્લા બજારમા વેચવાનું જબરું કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં અગાઉ મોરબી એસઓજી પોલીસે એક ટ્રેકટર ચાલકને આવા ચોરાઉ લોખંડ સાથે ઝડપી લીધો હતો.

જે દરમિયાન ગઈકાલે મોરબી એસઓજી ટીમે વધુ એક આવું સળિયા ચોરવાનું કૌભાંડ હળવદના કોઈબાથી ઢવાણા ગામ જવાના રસ્તે આવેલા સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાંથી ઝડપી લઈ કચ્છના મેઘપર ગામના ટ્રાન્સપોર્ટર કુલદીપસિંહ પ્રવિણસિંહ જાડેજાની ફરિયાદને આધારે આરોપી મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઇ લીંબોલા, રહે.ઘનશ્યામપુર ગામ તા.હળવદ, ટ્રક ચાલક દિલીપસીંઘ અમરસીંઘ પવાર ( રહે.રૂઢાના કૈના કા તાલાબ પોસ્ટ તારાગઢ, તા.બીયાવર જીલ્લો અજમેર રાજસ્થાન ),નરેન્દ્રસીંગ પુરનસીંગ રાવત અને મહાવિરસિંઘ શંકરસિંઘ નામના રાજસ્થાની ડ્રાઇવરને ઝડપી લઈ રૂ.77 હજારના લોખંડના સળિયા કબ્જે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: