મોરબીના મચ્છુ 2 ડેમ વિસ્તારમાંના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન; ડેમ ખાલી કરવાનો છતાં આવક ચાલુ | Damage to farmers' crops due to re-flooding of fields in Macchu 2 Dam area of Morbi; Income continues despite dam emptying | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Damage To Farmers’ Crops Due To Re flooding Of Fields In Macchu 2 Dam Area Of Morbi; Income Continues Despite Dam Emptying

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

મચ્છુ 2 ડેમ ખાલી કરવા માટે ડેમ તંત્રએ સરકાર પાસે સૈદ્ધાંતિક મંજૂરીની માંગણી કરી છે અને મંજૂરી મળી જાય તો એપ્રિલ માસમાં ડેમ ખાલી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે સૌના આશ્ચર્ય વચ્ચે ડેમ ખાલી કરવાની હિલચાલ છતાં નર્મદા કેનાલમાંથી પાણી મેળવવાનું હજુ ચાલુ છે. તો બીજી તરફ મચ્છુ 2 ડેમ સૌની યોજનાનો સૌરાષ્ટ્રનો મધર ડેમ છે, પરંતુ સૌની યોજનામાંથી પાણીનો ઉપાડ થતો નથી. જેથી પાણીનું સ્તર વધી જતા ડેમ વિસ્તારમાં આવતા પાંચ ગામોના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. સરકારી તંત્રના સંકલનના અભાવને કારણે નુકસાની ખેડૂતોને ભોગવવાનો વારો આવી રહ્યો છે.

મચ્છુ 2 ડેમમાં નર્મદા કેનાલ ચાલુ હોવાથી પાણીનો પ્રવાહ ચાલુ છે અને ડેમના જળ સ્તરમાં વધારો થતા પાણી ડેમ વિસ્તારમાં આવતા મકનસર, બંધુનગર, અદેપર, જોધપર અને નવાગામ એમ પાંચ ગામોના ખેડૂતોના હજારો વીઘા જમીનના વાવેતર પર જોખમ મંડરાઈ રહ્યું છે. જે અંગે મકનસર ગામના ખેડૂત હિતેશ જણાવે છે કે, નર્મદા કેનાલ ચાલુ છે અને પાણી આવે છે. જેથી પાણીનો પ્રવાહ વધતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળે અને ખેડૂતોને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. હજારો વીઘા જમીનમાં તલનું વાવેતર કરાયું છે અને ડેમના પાણીને કારણે ખેડૂતોને કરોડોની નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. 15 એપ્રિલ સુધીમાં ડેમ ખાલી કરવાનો છે. તો હાલ ડેમ ભરવાનો કોઈ અર્થ નથી, પરંતુ છતાં પાણીની આવક ચાલુ છે.

ખેડૂત પ્રવીણ જણાવે છે કે, તેને 40 વીઘા જમીન હોય, જેમાં 20 વીઘામાં તલનું વાવેતર કર્યું છે. જે 20 વીઘામાં પાણી ફરી વળ્યું છે. એક વીઘે 10થી 12 હજાર રૂપિયાના ખર્ચે વાવેતર કર્યું છે. જોકે તમામ વાવેતર નિષ્ફળ જાય તેવું લાગી રહ્યું હોવાનું નિસાસો નાખી જણાવ્યું હતું. તો નવાગામમાં રહેતા અન્ય ખેડૂત હસમુખ ફેફરે પણ સરકારની નીતિ રીતી સામે સવાલૂ ઉઠાવ્યા હતા અને ડેમના પાણીથી ખેડૂતોના તલના પાકને નુકસાન જતું હોવાની નારાજગી દર્શાવી હતી.

આમ, નર્મદા નિગમ સિંચાઈ વિભાગ અને સૌની યોજનાના અધિકારીઓ વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. જે સંકલનના અભાવને કારણે ડેમ ખાલી કરવાનો હોવા છતાં પાણીની આવક ચાલુ છે અને ડેમ ભરવામાં આવી રહ્યો છે. અધિકારીઓની બેદરકારીની કિંમત ખેડૂતો ચૂકવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…