ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ડૉ.નયન ટાંકની સેવાને બિરદાવી, સતત વીસ વર્ષથી NSSના પ્રોગ્રામ ઓફિસર તરીકે કાર્યરત | Bhakta Kavi Narsingh Mehta University salutes the services of Dr. Nayan Tank, serving as Program Officer of NSS for twenty consecutive years. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Bhakta Kavi Narsingh Mehta University Salutes The Services Of Dr. Nayan Tank, Serving As Program Officer Of NSS For Twenty Consecutive Years.

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુરુકુલ મહિલા કોલેજના અંગ્રેજીના પ્રાધ્યાપક અને સતત વીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર તરીકે કોલેજમાં કાર્ય સંભાળનાર ડૉ.નયન ટાંકની સેવાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એન.એસ.એસ.સેલ દ્વારા બિરદાવવામાં આવી છે.

તાજેતરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ મુકામે એન.એસ.એસ સેલ દ્વારા સરકાર દ્વારા પી.એફ.એમ.એસ ગ્રાન્ટ અને સી.એસ.એ ઝીરો સબસીડરી એકાઉન્ટ બાબત એક ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડૉ.ચેતન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એન.એસ.એસ.સેલના કોર્ડીનેટર ડૉ.પરાગ દેવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુકુલ મહિલા કોલેજમાં બે બે દાયકાઓથી એન.એસ.એસની વિવિધ પ્રવુતિઓ દ્વારા ‘નોટ મી બટ યુ ‘ના એન.એસ.એસ.મંત્રને સાર્થક કરવામાં ડૉ.નયન ટાંકના પ્રયત્નોની નોંધ લઈ તેઓનું પુષ્પ ગુચ્છ તથા ઉષ્મા વસ્ત્ર દ્વારા કુલપતિ ડૉ.પ્રો.ચેતન ત્રિવેદી અને સમગ્ર એન.એસ.એસ.વિભાગના યુનિવર્સિટી કોર્ડીનેટર ડૉ.પરાગ દેવાણી દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

આ તબક્કે ડૉ.પરાગ દેવાણી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનામાં પ્રોગ્રામ ઓફીસરની ભૂમિકા તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કાર્યરત તમામ પ્રોગ્રામ અધિકારીઓ અને તેઓના સ્વયં સેવકો દ્વારા એન.એસ એસના માધ્યમથી થઈ રહેલા કાર્યોની પ્રસંશા કરવામાં આવેલી અને આ તબક્કે ગુરુકુલ મહિલા કોલેજમાં વીસ વર્ષ સુધી એકધારી એન.એસ.એસ.પ્રવુતિની સેવા આપનાર પ્રો.નયન ટાંક દ્વારા થયેલા વૈવિધ્ય સભર કાર્યો અને તેઓના સરળ સહજ વ્યક્તિત્વને શબ્દોથી બિરદાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડૉ.ચેતન ત્રિવેદી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કઈ રીતે વિદ્યાર્થીઓનું ઘડતર થાય અને રાષ્ટ્રના વિકાસમાં આ વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે તે બાબતે પ્રેરણાત્મક ચિંતન રજૂ કરવામાં આવ્યું હતું અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં ચાલતા એન.એસ.એસ યુનિટના દરેક પ્રોગ્રામ ઓફિસર તથા તેઓના સ્વયં સેવકો દ્વારા થતા કાર્યો યુનિવર્સિટીની ગતિ પ્રગતિમાં ચોક્કસ સ્થાન ધરાવે છે તેવા દ્રઢ વિશ્વાસ સાથે એન.એસ.એસ પરિવારના યોગદાનની સરાહના કરી હતી.

આ સાથે આ કાર્યમાં ખાસ્સો સમય આપનાર ગુરુકુલ મહિલા કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડૉ.નયન ટાંક દ્વારા સરકાર અને યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓમાં આગવી કુનેહથી કરાયેલા સંકલન અને કાર્યશૈલીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુરુકુલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ.અનુપમ નાગર તથા સર્વ સ્ટાફ અને એન.એસ.એસ બહેનો દ્વારા પોતાની કોલેજના એક પ્રોગ્રામ ઓફીસરની કુલ્પતિ અને એન.એસ.એસ સેલ દ્વારા સેવા અભિવાદન કરતી ક્ષણો માટે ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post