ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી દારૂ ભરેલી 2 કાર સાથે બે શખ્સો ઝડપાયા, અઢી લાખથી વધુનો મુદ્દામાલ કબજે | Two persons arrested with 2 cars full of liquor from Kumbharwada area of Bhavnagar, more than two and a half lakh worth of valuables seized | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Two Persons Arrested With 2 Cars Full Of Liquor From Kumbharwada Area Of Bhavnagar, More Than Two And A Half Lakh Worth Of Valuables Seized

ભાવનગર9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રામદેવનગરના નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી બે કાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ બે શખ્સોને વિદેશી દારૂના 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી
આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ એલ.સી.બી.પેરોલ ફર્લો સ્ટાફનાં સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઇ માળી રહે.રૂવા વાળાઓ તેની મારૂતિ સ્વીફટ કાર નંબર – GJ – 05 -CG 0282 તથા મુકેશ ઉર્ફે ભોપો રહે.સુભાષનગર, ભાવનગર તેની ટાટા ઇન્ડિગો કાર GJ-06-DG-5967 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી કુંભારવાડા નારી રોડથી પસાર થવાનાં હોવાની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.

વિદેશી દારૂ, મોબાઈલ તથા કાર ઝડપી લીધી
કુંભારવાડા રામદેવનગરના નાંકેથી પસાર થતી બંને કારને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઇ માળી તથા મુકેશ ઉર્ફે ભોપો કિશોરભાઇ ચૌહાણને ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 480 કિ.રૂ.40,800, સફેદ કલરની સ્વીફટ કાર કિ.રૂ.1,00,000 તથા સીલ્વર કલરની ટાટા ઇન્ડિગો કાર કિ. રૂ.1,00,000, મોબાઈલ નંગ-2 કિ.રૂ.10,000 તથા રોકડા રૂ.10,000 સહિત કુલ રૂ.2,60,800નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી બંને વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post