ગાંધીનગરના બાસણ ગામની સીમમાં આવેલી લેબર કોલોનીમાં ડભોડા પોલીસ ત્રાટકી, દારૂની 29 પેટીઓ સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત | Dabhoda police raided a labor colony on the outskirts of Basan village in Gandhinagar, confiscated 29 boxes of liquor worth Rs 3 lakh. | Times Of Ahmedabad

ગાંધીનગર18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના બાસણ ગામની સીમમાં આવેલી લેબર કોલોની ખાતેના એક રૂમમાં પૂર્વ બાતમીના આધારે ડભોડા પોલીસે ત્રાટકીને વિદેશી દારૂની 29 પેટીઓ, બે વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી અન્ય બે બુટલેગરો સામે પણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ. રાણાએ ગેરકાયદેસર દારૂની પ્રવર્તીઓ ઉપર અંકુશ મેળવવા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સ્ટાફના માણસોને સૂચનાઓ આપવામાં આવી હતી. જે અન્વયે પોલીસ ટીમને ડભોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે, “બાસણ ગામની સીમ ખાતે ઈન્ડીયન પેટ્રોલ પંપ પાછળ આવેલ લેબર કોલોનીમાં રુમ નંબર-16 માં કેટલાક ઈસમોએ ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો સંતાડેલ છે.

જે બાતમીના પગલે સબ ઈન્સ્પેકટર ડી.એમ. પટેલ સહિતની ટીમ લેબર કોલોનીમાં ત્રાટકી હતી. જ્યાં બાતમી વાળા રૂમની બહાર એક ગાડી તથા ગ્રે કલરનું જ્યુપીટર પડયું હતું. બાદમાં રૂમમાં પોલીસે તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની 29 પેટીઓ સાથે એક ઈસમ મળી આવ્યો હતો. જેની પોલીસે કડકાઈથી પૂછતાંછ કરતાં પોતાનું નામ પ્રકાશ ક્રિષ્નારામ જાટ (ચૌધરી)(રહે-કોટડા તા-રાણીવાડા જી-ઝાલોર, ઉદયપુર) હોવાનું જણાવ્યું હતું.

જ્યારે ઉક્ત દારૂનો જથ્થો રાજસ્થાનથી સરવણ નારણરામ જાટ અને દિનેશ હિંગલાલ જાટ (બન્ને રહે. રાજસ્થાન) ગાડીમાં ભરીને લઈ આવ્યા હતા. અહીં પોતે છૂટક મજૂરી કામ કરી વિદેશી દારૃનું વેચાણ પણ કરતો હોવાની વધુમાં કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે તેની ધરપકડ કરી 1.70 લાખની કિંમતનો વિદેશી દારૃ, મોબાઈલ ફોન તેમજ બંને વાહનો મળીને કુલ રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય બે ઈસમોને પણ ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post