Sunday, March 26, 2023

માધવપુર પોલીસે બળેજના સીમ વિસ્તારમાંથી 36 બોટલ ઝડપી; તમામ મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડ્યો | Madhavpur police seized 36 bottles from Balaj's seam area; An isam was caught with all the issues | Times Of Ahmedabad

પોરબંદર3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

માધવપુર પોલીસે બળેજ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જેમાં પોરબંદર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા માટે પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા આપેલી સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ એસ.આર. ચાવડા તથા પોલીસ સ્ટાફ માધવપુર પોલસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન પોલીસ હેડ કોન્સ કે.જે. મેરને મળેલી ચોક્કસ બાતમી આધારે બળેજ ગામની ભાણસરા વાડી વિસ્તારમાં રહેતા રામ વેજાનાથ ધર્મનાથી ઉ.વ.26 પોતાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હિસ્કીની 750 એમએલ કંપની શીલપેક બોટલ નંગ 36 કિંમત રૂપિયા 18,720ના મુદ્દામાલ સાથે મળી આવેલ.

તથા સદર દારૂનો જથ્થો વિજય કુંભા કરમટા રહે. રાતીયા નેશ તા.જિ. પોરબંદર વાળો વહેંચવા માટે આપી જતો હોવાની કબુલાત આપતા એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો છે. જેથી મજકુર બન્ને આરોપીઓ વિરુદ્ધ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.