જામનગર10 મિનિટ પહેલા
- કૉપી લિંક

પર્યાવરણ માટે સૌથી વધુ નુકસાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે કેન્દ્ર સરકારના જાહેરનામાં અનુસંધાને હાલ 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરી હતી.

શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ 20 ધંધાર્થી, વેપારીઓ પાસેથી 15 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ રૂા.9750નો દંડ વસૂલવામાં આવ્યો છે. આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી જપ્તીકરણ દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ, વિક્રેતાઓ,ધંધાર્થીઓ દુકાન ધારકોને જામનગર મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે.


