સુરેન્દ્રનગર35 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં એક અઠવાડિયાથી શિયાળુ, ચોમાસુ અને ઉનાળો એમ ત્રણ ઋતુને લઈને વાઈરલ ઈફેક્શનના દર્દીઓ વધી રહ્યા છે. આથી દવાખાના ઉભરાવા લાગતા માદગીને લઈને લોકો પરેશાન થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં દરરોજના 200થી વધુ ઓપીડીના કેસ આવી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થઈ રહેલા બદલાવને કારણે ઠંડી, વરસાદ, અને ગરમી જેવી ત્રણ ઋતુનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જેને કારણે શરદી, ઉધરસ, તાવ, જેવી બિમારીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આવા વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ ઘણા કેશ આવતા હોવાનું જોવા મળ્યું છે. જેમાં સૌથી વધારે મોટા ભાગના શરદી, ઉધરસ અને તાવના કેસો હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે. આ અંગે ધ્રાંગધ્રા હોસ્પિટલ તંત્રના જણાવ્યાનુસાર, થોડા દિવસથી તાવ શરદી અને ખાંસીના દર્દીઓનું પ્રમાણ વધ્યું છે.