ઉનાના ડમાસાના શહીદ લાલજી બાંભણીયાના સ્મરણાર્થે શહીદ સમારકનું નિમાર્ણ તેમજ શહીદ માર્ગનું અનાવરણ કરાયુ | In memory of martyr Lalji Bambhania of Unana Damasa, the construction of the Martyr's Memorial and the unveiling of the Martyr's Marg | Times Of Ahmedabad

ઉના30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉનાના ડમાશા ગામે રહેતા અને અરૂણાચલ પ્રદેશમાં ફરજ બજાવતા આર્મી જવાન લાલજી કે બાંભણિયાનું તા. 22 નવેમ્બર 2022નાં ફરજ પર વિર જવાન શહીદ થઇ ગયા હતા. આ આર્મી જવાનનું પોતાના ગામ ડમાશાથી નજીક ઉના-વેરાવળ નેશનલ હાઇવે રોડ પર આવેલા કેસરિયા ગામ પાસે ઓવરબ્રિજ નીચે શહીદ લાલજી બાંભણીયાના સ્મરણાર્થે શહીદ સમારકનું નિમાર્ણ તેમજ શહીદ માર્ગ નામ આપી અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ શહીદ નામે માર્ગ અનાવરણ કાર્યક્રમમાં આર્મી ગ્રુપ તેમજ શહીદ લાલજી બાંભણીયાના પરિવારજનો તેમજ ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહી અને શહીદ લાલજી બાંભણીયાને ફુલહાર તેમજ વિધીવત શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ તકે આર્મી ઓફીસર જગદીશ બાંભણીયાએ જણાવેલું કે, લાલજી બાંભણીયાના સ્મરણાર્થે શહીદ સ્મારકનું નિમાર્ણ કર્યું છે. જે કોઇ લોકો આર્મી જવાનોનું હંમેશા સન્માન કરતા રહે અને આ સ્મરણાર્થે કેસરીયાથી ડમાશા ગામ સુધીના રોડને પણ શહીદ લાલજી બાંભણીયા માર્ગ નામ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…