Saturday, March 18, 2023

મહેસાણા જિલ્લામાં આજે નવા 21 કેસ નોંધાયા,એક્ટિવ કેસનો આંકડો 59 પર પહોંચ્યો | 21 new cases were reported in Mehsana district today, the number of active cases reached 59 | Times Of Ahmedabad

મહેસાણા6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના આજે નવા 21 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો હવે 59 પર આવી પહોંચ્યો છે ત્યારે હવે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીગમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે સતત ત્રીજા દિવસે કોરોના રોકેટ ગતિ એ વધી રહ્યો છે જેમાં આજે એક જ દિવસમાં 21 કેસ સામે આવ્યા જેમાં મહેસાણા શહેર માં 5 ગ્રામ્ય વિસ્તારોમાં 3,કડી શહેર માં 2 અને ગામડાઓમાં 5, બેચરાજી તાલુકામાં 2, વિજાપુર શહેર માં 1 અને ગામડાઓમાં 1,ઊંઝા ગ્રામ્ય માં 1,ખેરાલુ તાલુકામાં 1 મળી નવા 21 કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં આજે નવા 694 સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલી અપાયા છે.

સિઝનલ ફલૂના આજે એક દર્દી ડિસ્ચાર્જ
મહેસાણા જિલ્લામાં બીજી બાજુ શરદી ખાંસી ના કેસો સતત વધી રહ્યા છે.જિલ્લામાં આજે સીઝનલ ફ્લૂના એક દર્દીને રજા આપી દેવાઈ ત્યારે હજુ સીઝનલ ફ્લૂના 1 દર્દી સારવાર હેઠળ આજે એક પણ સેમ્પલ લેવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: