અમદાવાદ11 મિનિટ પહેલા
- કૉપી લિંક

જમ્મુ કાશ્મીર પોલીસે પકડેલ ગુજરાતના ઠગ કિરણ પટેલે PMOના અધિકારી હોવાની ઓળખ આપી હતી આજે વિઝીટીગ પણ બનાવ્યું હતું ત્યારે હવે તપાસ અમદાવાદ સુધી પહોંચી છે.અમદાવાદની જ પ્રિન્ટિંગ પ્રેસમાં વિઝીટીંગ કાર્ડ તથા અન્ય કાર્ડ બનાવ્યા હતા જેથી જમ્મુ કાશ્મીર પોલીસ અમદાવાદ પહોંચી હતી અને પ્રિન્ટિંગ પ્રેસમાં સર્ચ કર્યું હતું.

કિરણ પટેલે પોતાની ઓળખ PMO ના અધિકારી તરીકે તો આપી જ હતી તો સાથે રોફ જમાવવા PMO ના અધિકારી હોવાનું વિઝીટિંગ કાર્ડ પણ બનાવ્યું હતું.અમદાવાદના મણીનગરની પ્રિન્ટિંગ પ્રેસ આકાંક્ષા ક્રિએશનમાં વિઝીટિંગ કાર્ડ છપાવ્યા હતા.કિરણ પટેલની ધરપકડ બાદ ખુલાસો થતા જમ્મુ કાશ્મીર પોલીસ અમદાવાદ પહોંચી હતી.અમદાવાદમાં જમ્મુ કાશ્મીર પોલીસે આકાંક્ષા ક્રિએશનમાં સર્ચ કર્યું હતું જોકે કોઈ પુરાવા મળ્યા નહોતા.
જમ્મુ કાશ્મીર પોલીસે આકાંક્ષા ક્રિએશનના હાર્ડડિશ,ડોક્યુમેન્ટ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ ઉપરાંત પ્રિન્ટિંગ પ્રેસના માલિકનું નિવેદન પણ લીધું હતું.જમ્મુ કાશ્મીર પોલીસ કિરણ પટેલની ધરપકડ બાદ ત્રીજી વખત અમદાવાદ આવી હોવાનું જાણવા મળ્યું છે.જમ્મુ કાશ્મીર પોલીસ જરૂર મુજબ કિરણ પટેલના ઘરે પણ સર્ચ કરશે.હાલ કિરણ પટેલના પત્ની માલિની પટેલ અને 2 દીકરીઓ ઘરે છે.