કચ્છ (ભુજ )એક કલાક પહેલા
- કૉપી લિંક
ભગવાન રામચંદ્રજીના જન્મ દિવસ રામ નવમીએ આજે અનેક સ્થળે ધાર્મિક સાથે સેવાના કાર્યો દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભચાઉ તાલુકાના સામખીયાળી ગામના અને સેવાના ભેખધારી દયારામ મારાજ ( પાગલ પ્રેમી ) દ્વારા આજના પાવન દિવસે વધુ એક સેવાનું કાર્ય હાથ ધરી ભચાઉ પાસે છેલ્લા 22 વર્ષથી ભટકતું જીવન જીવતા એક આધેડ વયના પરપ્રાંતીયની શુશ્રુસા કરી ભુજ ખાતેની સ્વૈચ્છિક સંસ્થાના આશ્રમ ખાતે યોગ્ય સ્થાન અપાવવા જહેમત લીધી હતી. તેમના આ કાર્યમાં સ્થાનિકના લોકો પણ મદદરૂપ બન્યા હતા.
સેવા માટે વતનમાં કાયમી સ્થાઈ થયા સેવાભાવી
આ અંગે સામે આવેલી વિગતો મુજબ ઘણા વર્ષો મુંબઈમાં વ્યવસાય દ્વારા નામના મેળવ્યા બાદ માદરે વતન કચ્છમાં જરૂરતમંદ લોકોની સેવા શરૂ કરનાર દયારામ મારાજ હવે કાયમી સેવા કરવા પોતાના ગામ સામખિયાળીમાં સ્થાઈ થઈ ગયા છે અને જ્યાં જરૂર જણાય ત્યાં દિન લોકોને સહાયભૂત થતા રહેB છે. ખાસ કરીને માનસિક દિવ્યાંગ અથવા એકલવાયું જીવન જીવતા લોકોને હંમેશા સહયોગી બનતા રહે છે.
પોલીસમાં નોંધ કરાવી આધેડને ભુજ પહોંચાડવામાં આવ્યો
તેમની સેવા કાર્ય અંતર્ગત આજે ભચાઉ વોન્ધ વચ્ચેની ગુરુકૃપા હોટેલ આસપાસ છેલ્લા 22 વર્ષથી ચડી આવેલા એક આસામ તરફના પરપ્રાંતિય વિશે જાણકારી મળતા તેમના સાથિમિત્રો સાથે તેઓ મૂળ સ્થાને પહોંચી ગયા હતા. જ્યાં તેમણે આધેડ વ્યક્તિને સાથે લઈ યોગ્ય સુશ્રુસા આપી હતી અને એકલવાયું જીવન જીવતા શખ્સને નવા કપડાં પહેરાવી ભોજન કરાવ્યું હતું. બાદમાં ભૂજ ખાતે લોક સેવા કેન્દ્રના હેમેન્દ્ર જણશાલી સાથે સંપર્ક કરી તેમના આશ્રમ ખાતે રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. બે દાયકાથી ભટકતું જીવન જીવતા વ્યક્તિને અંતે આજે રહેવાનું યોગ્ય સ્થાન ઉપલબ્ધ બનશે. આ કાર્યમાં સ્થાનિકના કમલેશ ઠકકર, ગની કુંભાર, રમજું પરિટ અને કાનજી રાઠોડ સહયોગી થયા હતા.