નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
હવામાન વિભાગ દ્વારા 31 મી સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી જેને પગલે નવસારી જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ નવસારી શહેરમાં માવઠું જોવા મળ્યું હતું તેને લઈને વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી પરંતુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
હાલમાં નવસારી જિલ્લાના ચીકુ પકવતા ખેડૂતો પાક ઉતારીને માર્કેટમાં ઠાલવી રહ્યા છે ત્યારે માવઠા એ ચીકુની ગુણવત્તા પ્રભાવિત કરતા ચીકુના ભાવ હવે અત્યંત નીચે આવશે જેને લઈને ખેડૂતોને મજૂરી સહિતના અન્ય ખર્ચાઓ પણ કાઢવા મુશ્કેલ બનશે જેથી નજીવી વેચાણ કિંમત ની સામે ચીકુ તોડવાનું ખર્ચો વધુ આવતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. હાલમાં કેરીના પાકમાં પણ ફ્રુટ સેટિંગ થઇ રહ્યું છે તેવામાં આ માવઠું કેરીના પાક પર ફૂગ જન્ય રોગ ઉત્પન્ન કરે તેવી સ્થિતિ બની છે તો સાથે જ શાકભાજી પાકો પણ નિષ્ફળ જશે. છેલ્લા બે ત્રણ દિવસથી નવસારી જિલ્લાનું વાતાવરણ બદલાયેલું હતું અને બપોર બાદ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યા બાદ કમોસમી વરસાદના અમીછાટણા શહેરના કેટલાક વિસ્તારમાં જોવા મળ્યા હતા