સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવકે સેકટર-22ની યુવતી સાથે કારમાં બળાત્કાર ગુજાર્યો | A young man who came in contact through social media raped a girl from Sector-22 in a car | Times Of Ahmedabad

ગાંધીનગર18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના સેકટર – 22 માં રહેતી 30 વર્ષીય યુવતીને સોશિયલ મિડિયાનાં માધ્યમથી વિસનગરના યુવક સાથે મિત્રતા કેળવી ભારે પડી ગઈ છે. વિસનગરનાં યુવકે કારમાં ફરવા જવાના બહાને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવામાં આવતાં સેકટર – 21 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કોઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, તો કોઈ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે. સોશિયલ મીડિયાનો સદુપયોગ કરતા આવડે તો તે આશીર્વાદ સમું સાબિત થઈ શકે છે અને એના દુરુપયોગ થકી એ કોઈ માટે અભિશાપ સમું સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા થકી બનતી ઘટનાઓ ક્યારેક ફળદાયી હોઈ શકે છે, ક્યારેક રસપ્રદ હોઈ શકે છે તો ક્યારેક આઘાતજનક પણ હોઈ શકે છે. ત્યારે આવો જ લાલ બત્તી સમાન કિસ્સો સેકટર – 21 નાં પોલીસ ચોપડે દાખલ થયો છે.

ગાંધીનગરના સેકટર – 22 માં રહેતી 30 વર્ષીય યુવતી સોશિયલ મિડિયાનાં માધ્યમથી વિસનગરનાં યુવક સાથે સંપર્કમાં આવી હતી. જેનાં કારણે બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી અને બંને એકબીજા સાથે વાતચીત કરે રાખતા હતા. માત્ર પંદર દિવસથી સંપર્કમાં આવેલા આશરે 32 વર્ષીય યુવક કાર લઈને યુવતીને મળવા માટે ગાંધીનગર આવ્યો હતો.

બાદમાં થોડીક ઔપચારિક વાતચીત કર્યા પછી યુવતીને લઈને કારમાં વિસનગર ફરવા માટે લઈને નિકળ્યો હતો. જ્યાં રસ્તામાં યુવક યુવતીની એકલતાનો લાભ લઈને અઘટિત માંગણી કરવા લાગ્યો હતો. આ સાંભળીને યુવતી અવાક થઈ ગઈ હતી અને યુવકની માંગણીને ઠુકરાવી દીધી હતી. જેનાં કારણે યુવક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને યુવતીને ચાલતી કારમાંથી ફેંકી દેવાની ધમકીઓ આપવા લાગ્યો હતો.

આમ 15 દિવસથી સંપર્કમાં આવેલી યુવતી ગભરાઈ ગઈ હતી. બાદમાં યુવકે બળજબરી પૂર્વક યુવતી ઉપર કારમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાના પગલે યુવતીએ સેકટર – 21 પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે વિસનગરના યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post