સુરતમાં સક્રિય થયેલા કોંગ્રેસીઓએ કહ્યું,' 23 માર્ચ આપણા માટે કાળા દિવસ સમાન, મૂળભૂત અધિકારોનું હનન થયું' | Congressmen active in Surat said, 'March 23 is like a black day for us, fundamental rights were violated'. | Times Of Ahmedabad

સુરત13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
લલિત અને નીરવ મોદી ઓબીસી નથી ભાજપ દુશપ્રચાર કરીને ઓબીસી સમાજના અપમાન ની વાત કરી રહી છે - Divya Bhaskar

લલિત અને નીરવ મોદી ઓબીસી નથી ભાજપ દુશપ્રચાર કરીને ઓબીસી સમાજના અપમાન ની વાત કરી રહી છે

માનહાની કેસમાં રાહુલ ગાંધીને સજા થયા બાદ કોંગ્રેસ દ્વારા ઉપગ્રહ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ સંબોધીને 23 માર્ચના દિવસે લોકશાહીનો ફોન કરવામાં આવ્યો હોય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે. લોકશાહીમાં મૂળભૂત રીતે પોતાના વિચારોને રજુ કરવા નો હક છે પરંતુ તે પણ હવે છીનવાઈ રહ્યો છે.

લલિત મોદી અને નીરવ મોદી ઓબીસી નથી

રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં પોતાના રાજકીય ભાષણમાં મોદી અટકને લઈને જે વાત કરી હતી તેને લઈને બે વર્ષની સજા તેમને ફટકારવામાં આવે છે અને ત્યારબાદ ભાજપના નેતાઓ દ્વારા આ મોદી અટકને લઈને જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે શબ્દના કારણે ઓબીસી સમાજનો ઉપવાસ થયો હોવાની વાત કરવી ને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જોકે હકીકત એ છે કે નીરવ મોદી અને લલિત મોદી ઓબીસી સમાજના નથી.

ભારતના ઇતિહાસમાં માનહનીમાં કેસમાં સજા પ્રથમવાર : કોંગ્રેસ

માજી ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું કે ગોરા અંગ્રેજો દેશ ઉપર અત્યાચાર કર્યા છે. પરંતુ તેની સામે પણ આપણે ઝુકયા ન હતા. હવે આ ભાજપના કાળા અંગ્રેજો અત્યાચાર ગુજારી રહ્યા છે તેની સામે પણ જોકવાનો નથી. ભાજપ ખોટી રીતે આને ઓબીસીના પણ સાથે સરખાવી રહ્યા છે પરંતુ પડતા પાછળની હકીકત છે કે રાહુલનો અવાજ દબાવવામાં આવ્યો છે અને તેમના સભ્યપદને રાજ કરવા પાછળ રાજકીય કિન્નાખોરી જવાબદાર છે.

રાહુલ ગાંધીએ કોઈ સમાજને ટીકા કરે જ નથી : કોંગ્રેસ

સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નૈષદ દેસાઈએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ જે ટીકા કરી હતી તે લલિત મોદી અને નીરવ મોદી સાથે નરેન્દ્ર મોદીને ટાંક્યા હતા. નીરવ મોદી અને લલિત મોદી દેશ બહાર નાસી જવામાં સફળ થયા છે. તેમણે કોઈ સમાજની વાત કરી નથી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે મેં જે વ્યક્તિના નામ લીધા છે માત્ર તેની સામે મેં રાજકીય ટીકા કરી છે કોઈ સમાજનો ઉલ્લેખ કર્યો નથી. અમે આ બધાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું. માનહનીના ઘણા કેસો આજે પણ વર્ષોથી પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post