પિયરમાં આવેલી બહેન સાથે બનેવીએ ઝઘડો કરતા સાળાએ ચપ્પુના ત્રણ ઘા મારી દીધા, લોહીથી લથબથ હાલતમાં બનેવીએ દમ તોડ્યો | Banavi was quarreling with his sister in the pier, brother-in-law stabbed him three times with a paddle, Banavi died in a pool of blood. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Banavi Was Quarreling With His Sister In The Pier, Brother in law Stabbed Him Three Times With A Paddle, Banavi Died In A Pool Of Blood.

વડોદરા14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાદરા ગામની નવીનગરીમાં ખૂની ખેલ ખેલાયો હતો. ફોન પર વાતચીત દરમિયાન આરોપી સાળા સાથે ઝઘડો થતાં બનેવી પર હુમલો કર્યો હતો. જેમાં સાવલીના સાદરા ગામના 32 વર્ષીય દીપકભાઈ રમેશભાઈ પરમારનું મોત થયું હતું. સાવલી પોલીસે ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી જઈને મૃતકના કાકા શિવાભાઈની ફરિયાદ લઈ કાર્યવાહી કરી હતી. સાવલી પોલીસે હત્યા કરાયેલી લાશ લાશનો કબજો મેળવી જરોદના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી કરી હતી. સાવલી પોલીસે ગણતરીના કલાકોમાં પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકાના ખેડા ગામના હિતેશ ઉર્ફે જીગો સામંતશિહ પરમાર અને દેવપુરાના અજીતકુમાર દીલીપસિંહ પરમાર બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

હું ઓસરીમાં બેઠેલો હતો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાદરા નવીનગરી ખાતે રહેતા શીવાભાઈ ચંદુભાઈ પરમાર સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે 26 માર્ચના રોજ સાંજના સમયે હું અને મારી પત્ની વૈશાલી અમારી ગાયોને પાણી પીવડાવીને આંગણામાં બાંધ્યા હતા, ત્યાર પછી મારી પત્ની અમારા ઘરના ખાટલામાં સૂતી હતી અને હું મારા ઘરની ઓસરીમાં બેઠેલો હતો.

પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા

પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા

તેને દવા લગાવી આપી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તે વખતે સાડા સાત વાગ્યાના સુમારે મારો ભત્રીજો દીપક રમેશ પરમાર બાઇક લઈને મારા ઘરે આવ્યો હતો અને તેને મોઢાના ભાગે અને હાથે છોલાઈ ગયું હતું કે, જેથી મેં તેને પૂછ્યું હતું કે શું થયું છે તો તેને કહ્યું હતું કે, હું રાજપુરા મારા સામે ગયેલ હતો અને પરત આવતો હતો ત્યારે વેલા ગામ નજીક રસ્તામાં કૂતરું આવી જતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી જેથી મને વાગ્યું હતું જેથી મેં તેને દવા લગાવી આપી હતી અને મારા ઘરના ખાટલામાં સુવડાવ્યો હતો.

ઘરની બહાર ખૂની ખેલ સર્જાયો

ઘરની બહાર ખૂની ખેલ સર્જાયો

ફોન પર બોલાચાલી થઇ હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ દરમિયાન મારા ભત્રીજાએ મને જણાવ્યું હતું કે, મારી પત્ની તેના પિયર કલોલ તાલુકાના ખેડા ગામમાં ગઈ છે. મેં તેને ફોન કરીને ઘરે બોલાવી હતી, પરંતુ, તેને બાબરીનો પ્રસંગ પૂરો થયા પછી આવીશ, તેમ કહેતા ફોન પર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન મારા ભત્રીજાના મોબાઈલ પર રીંગ વાગી હતી. જેથી મેં ફોન ઉપાડ્યો હતો. તો સામેથી હિતેશકુમાર ઉર્ફે જીગો સામંતસિંહ પરમાર બોલું છું તેમ કહ્યું હતું અને મને જણાવ્યું હતું કે મારા બનેવી દિપક ક્યાં છે, તેને અહીંયા મોકલો હું તેના ઘરે ઉભો છું તેમ કહેતા મેં તને કહ્યું હતું કે, તેને વાગ્યું છે અને હું તેને મલમ પટ્ટી કરું છું તેમ કહેતા હિતેશે કહ્યું હતું કે હું ત્યાં આવું છું એમ કહીને ફોન કાપી નાખ્યો હતો.

સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી

સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી

શું કામ ઝઘડો કરો છો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, થોડીવારમાં હિતેશ અને તેના માસીનો દીકરો અજીત દિલીપભાઈ પરમાર મારા ઘરે આવ્યા હતા અને હિતેશ મારા ભત્રીજા દિપકને કહેવા લાગ્યો હતો કે, મારી બહેનને ફોન કરીને કેમ ગાળો બોલે છે, તે બાબરીનો પ્રસંગ પૂરો કરીને આવશે. તેમ કહી મારા ભત્રીજાને તેઓ બંને તેમ ગમે તેમ બોલવા લાગ્યા હતા. તેથી મેં તેઓને કહ્યું હતું કે, શું કામ ગાળો બોલો છો. તમે સારા- બનેવી છો તેમ કહેતા હિતેશકુમાર મારા ભત્રીજા દિપકને ફરી વળ્યો હતો અને તેની સાથે આવેલ અજીત પણ ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી મારી પત્ની વૈશાલીએ કહ્યું હતું કે, શું કામ ઝઘડો કરો છો તેમ કહી મારા ભત્રીજાને છોડાવવા વચ્ચે પડી હતી.

મૃતકના કાકા શિવાભાઈ

મૃતકના કાકા શિવાભાઈ

જમીન પર ફસાઈ પડ્યો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હિતેશ સામંતસિંહ પરમારે ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને મારા ભત્રીજાની ડાબી બાજુ પેઢાના ભાગે ઉપરાઉપરી બે-ત્રણ ઘા મારી દીધા હતા અને ડાબી બાજુ કુખના ભાગે છપ્પાના ઘા મારી દીધા હતા જેથી મારો ભત્રીજો દીપક એકદમ જમીન પર ફસાઈ પડ્યો હતો અને લોહીલુહાણ થઈ ગયેલો હતો. તે દરમિયાન મારી પત્ની વૈશાલીને પણ હિતેશે ડાબા હાથના કાંડા પર ચપ્પુ મારી દીધું હતું. જેથી મારી પત્ની ઇજાગ્રસ્ત થઈ હતી, જેથી મારા ભાઈ જીવાભાઇ આવી ગયા હતા અને મારી બાજુમાં રહેતા પ્રતાપસિંહ છત્રસિંહ ચૌહાણ પણ આવી ગયા હતા.

પરીજનો શોકગ્રસ્ત

પરીજનો શોકગ્રસ્ત

હોસ્પિટલમાં ખસેડવામાં આવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ દરમિયાન આ હિતેશ ઉર્ફે જીગો સામંતસિંહ પરમાર અને અજીત દિલીપ પરમાર અંધારામાં પોતાની મોટરસાયકલ મૂકીને ભાગી ગયા હતા, જેથી તાત્કાલિક 108માં ફોન કરીને મારી પત્નીને જરોદ રેફ્રિજર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાર પછી મારા ભત્રીજાને 108 મારફતે જરોદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર હોય તેને મૃત જાહેર કર્યો હતો.

બંને આરોપીઓ સકંજામાં
સાવલી પોલીસે ગણતરીના કલાકોમાં પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકાના ખેડા ગામના હિતેશ ઉર્ફે જીગો સામંતશિહ પરમાર સહિત દેવપુરાના અજીતકુમાર દીલીપસિંહ પરમાર બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાવલી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post