કારના બોનેટ અને પાર્કિંગ લાઈટમાં છૂપાવીને લવાતો 2.39 લાખનો દારૂ પકડાયો, PCBએ 3.46 લાખનો દારૂ પકડ્યો | Liquor worth 2.39 lakhs hidden in car bonnet and parking lights seized, PCB seizes liquor worth 3.46 lakhs | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
અટલાદરામાંથી દારુનો જથ્થો ઝડપાયો - Divya Bhaskar

અટલાદરામાંથી દારુનો જથ્થો ઝડપાયો

અન્ય રાજ્યમાંથી લાવવામાં આવી રહેલા ભારતીય બનાવટના દારૂ પર વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વડોદરા શહેર PCBએ અટલાદરામાં વિસ્તારમાંથી રૂપિયા 3.46 લાખનો અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે કારની પાર્કિંગ લાઇટમાં ખાનું બનાવીને લાવવામાં આવી રહેલો રૂપિયા 2.39 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે દરોડો
મળતી માહિતી પ્રમાણે શહેર PCBને બાતમી મળી હતી કે, અટલાદરા પાણીની ટાંકી પાસે આવેલ માધવનગર એ ટાવરમાં રહેતો અજય ગાયકવાડ નામનો બુટલેગર મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લાવી ભાડાના મકાનમાં વેચાણ કરે છે. આ જથ્થો આજે મધ્યપ્રદેશથી કારમાં આવવાનો છે. આ માહિતીના આધારે પીસીબીની ટીમ ત્રાટકી હતી. પીસીબી દ્વારા કાર સાથે મકાનમાંથી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પડ્યા હતા. આ અંગે પીસીબી દ્વારા પ્રોહિબીશન અંતર્ગત માંજલપુર પોલીસ મથકમાં કાર્યવાહી કરી હતી.

ત્રણ આરોપીની ધરપકડ
પીસીબીએ અટલાદરા બીલ રોડ પરમ ઓરબીટ ખાતે દરોડો પાડી કારમાં તથા પરમ ઓરબીટના ઇ ટાવરના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે અજય ગાયકવાડ (રહે. માધવનગર ,એ ટાવર મ.નં 508, અટલાદરા પાણીની ટાંકી પાસે વડોદરા), વિશાલ રાજેશ ડામોર (રહે. મેઘનગર આવાસ કોલોની, જીવન જ્યોતિ હોસ્પિટલ પાસે જિલ્લો જાંબુવા ,મધ્યપ્રદેશ) અને રીતેષ બાબુ ડામોર (રહે. મેઘનગર આવાસ કોલોની, જીવન જ્યોત હોસ્પિટલ પાસે, જિલ્લો.જાંબુવા મધ્યપ્રદેશ)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મેઘનગર ખાતેથી કમલેશ દાતલાના અડ્ડા પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યો ઈસમ સહિત જવાબદાર વ્યક્તિ સામે પ્રોબિશન ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મુદ્દામાલ કબજે કરાયો
પીસીબી દ્વારા આ દરોડા દરમિયાન રૂપિયા 3,46,192ની કિંમતનો 338 નંગ ભારતીય દારૂની બોટલો, રૂપિયા 2 લાખની કિંમતની કાર, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા 5,58,212નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજસ્થાનથી દારૂ આવતો હતો
જ્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા 2.39 લાખની કિંમતના ભારતીય બનાવટના દારૂ અંગે પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે અનાર્મ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ અને નરેશકુમારને માહિતી મળી હતી કે, એક કાર બમ્પર તેમજ પાર્કિંગની બે લાઇટોના ખાનામાં દારૂ ભરીને રાજસ્થાનના ઉદલપુરથી ઉમરેઠ થઈ આણંદ થઈ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપરથી વડોદરા આવી રહી છે.

ચાલકનો પરસેવો છૂટી ગયો
આ માહિતીના આધારે એલસીબીની ટીમ એક્સપ્રેસ હાઇવે ઉપર સીસવા ગામ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન માહિતીવાળી કાર આવતા તેને રોકી હતી. કાર રોકતા કાર ચાલકનો પરસેવો છૂટી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા 2,39,000 લાખની કિંમતની 110 નંગ દારૂની બોટલ મળી આવી હતી.

મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ
પોલીસે દારૂના જથ્થા સાથે કારમાં સવાર મોહનસિંહ રણવીરસિંહ શેખાવત (રહે. એ-25, અમરનાથ ટેનામેન્ટ, કરોડિયા રોડ, બાજવા, મૂળ બામોલ્ડા થાણા, રાજસ્થાન) અને અનીકેશ પ્રમોદ ત્રિપાઠી (રહે. બી-59, જય જલારામનગર, ઉંડેરા, વડોદરા.)ની ધરપકડ કરી હતી. પોલીસે રૂપિયા 2.39 લાખની કિંમતનો દારુ, કાર તેમજ બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 9,54,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એલસીબીએ દારૂ ભરાવનાર અમીત (રહે. બાવલ, હરિયાણા) સામે પણ ફરિયાદ નોંધાવી હતી અને તેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post