ડીસા સહિત બનાસકાંઠાની ગૌશાળાઓની બાકી સહાય તાત્કાલિક ચૂકવવા કહ્યું; યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપી | asked to pay the outstanding aid of Banaskantha gaushalas including Disa immediately; Ensured due process | Times Of Ahmedabad

ડીસાએક કલાક પહેલા

  • કૉપી લિંક

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની બાકી સહાય ચૂકવવા માટે ડીસાના ધારાસભ્યએ કરેલી રજૂઆતને સરકારે ધ્યાને લીધી છે. પશુપાલન વિભાગના સચિવે ગૌસેવા અને ગૌચર બોર્ડને આ મામલે ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય છેલ્લા ઘણા સમયથી બાકી હતી. તેમજ આ બજેટમાં પણ ફરી તેનો સમાવેશ કરી જલ્દી સહાય ચૂકવવામાં આવે તેવી ગૌશાળાના સંચાલકોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને રજૂઆત કરી હતી. જેને પગલે ધારાસભ્ય પ્રવીણ માળીએ મુખ્યમંત્રીને પત્ર લખી આ મામલે ગૌશાળાના સંચાલકોની માગને સ્વીકારી સહાય ચૂકવવા માટે રજૂઆત કરી હતી.

સરકારે ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી છે અને પશુપાલન વિભાગના સચિવ કૌશિક ભીમજીયાણીને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય એ કરેલી રજૂઆને સરકારે ધ્યાને લીધી છે અને ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડને આ મામલે ચકાસણી કરી જરૂરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હોવાની લેખિત ખાત્રી આપતો પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post