Tuesday, March 14, 2023

દાહોદ જિલ્લામાં 24 કલાક ગોઝારા નીકળ્યા,પાંચ હતભાગીઓના માર્ગ અકસ્માતોમા મોત નીપજયા | 24-hour riots broke out in Dahod district, five rioters died in road accidents | Times Of Ahmedabad

દાહોદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત અને વાહનની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપને કારણે વીતેલા 24 કલાકમાં જુદી જુદી જગ્યાએ અકસ્માતના ચાર બનાવો બન્યા છે.આ અકસ્માતોમાં પાંચ હતભાગીઓ સ્થળ પર જ કાળનો કોળીયો બન્યા છે.

ભર યુવાનીમાં બે યુવકોને કાળ ભરખી ગયો
દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ગમખ્વાર અકસ્માતના બનેલા ચાર બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના જાલત ગામે એસ્સાર પેટ્રોલપંપની થોડે આગળ બન્યો હતો.ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર રાત્રીના દોઢ વાગ્યાના સુમારે ગરબાડા તાલુકાના નાંદવા ગામના કોટવાળ ફળિયામાં રહેતા કાજુભાઈ પુનાભાઈ ભુરાનો છોકરો 22 વર્ષીય બાદલભાઈ કાજુભાઈ ભુરા તથા તેનો મિત્ર દાહોદ તાલુકાના નગરાળા ગામનો 24 વર્ષીય સાવનભાઈ લસુભાઈ મેડા જીજે-20 બીબી-6196 નંબરની બર્ગમેન લઈને ચંદવાણા ગામથી તેઓના ઘરે જતા હતા. તે વખતે રોડ વચ્ચે ટ્રાફિકને ડાયવર્ઝન આપ્યા વિના તેમજ પાછળના ભાગે રેડીયમ પટ્ટા તથા રીફલેક્ટર લગાડ્યા વિનાનું અને પાર્કીગ લાઈટ ચાલુ કર્યા વિના અંધારામાં પાર્ક કરેલ એમ.પી. 14 જીસી-2674 નંબરનું પીકપ ડાલું અંધારામાં પાર્ક કરેલુ હતુ.તે ન જાેવાતા બાદલભાઈ ભુરાની બર્ગમેન પીકપ ડાલાના પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં નાંદવાના બાદલભાઈ કાજુભાઈ ભુરા તથા તેના મિત્ર સાવનભાઈ લસુભાઈ મેડા એમ બંનેને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તે બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સંબંધે પીકપ ડાલાના ચાલક વિરૂધ્ધ કતવારા પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક ઝાડ સાથે અથડાતાં ચાલકે જીવ ખોયો
​​​​​​​
અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના કાળી ડુંગરી ગામે બપોરના સવા બાર વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં દે.બારીયા તાલુકાના ઉધાવળા ગામે પિંજારા ફળિયામાં રહેતા 42 વર્ષીય શબ્બીરભાઈ મજીદભાઈ ઈસ્માઈલભાઈ પિંજારા જીજે-23 ડી.ઈ-6521નંબરની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતા કાળી ડુંગરી ગામે પાવાગઢ-દામાવાવ તરફ જતાં હાઈવે રોડ નજીકમાં રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત થયો હતો. માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમજ ડાબા ખભાના અંદરના ભાગે તથા ડાબા પગની સાથળના ભાગે ઈજાઓ થતાં શબ્બીરભાઈનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સંબંધે ઉધાવળાના પિંજારા એજાજભાઈ મોહંમદભાઈ પિંજારાએ ફરિયાદ નોંધાવી છે.

અજાણ્યા વાહનની ટક્કરે અજાણ્યા પુરુષનુ મોત
​​​​​​​
ત્રીજાે બનાવ પણ દેવગઢ બારીઆના સાલીયા ગામે નેશનલ હાઈવે પર સવારના પોણા દશ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતો હતો. તેણે અજાણ્યા પુરૂષને ટક્કર મારી રોડ પર પાડી દઈ નાસી જતાં તે અજાણ્યા પુરૂષને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સંબંધે પીપલોદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

એસટી બસે બાઈક ચાલકનો ભોગ લીધો
​​​​​​​
અકસ્માતનો ચોથો બનાવ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામને હાંડી ફારા હાઈવે રોડ પર સાંજના સાડા છ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક એસ.ટી.બસનો ચાલક તેના કબજાની જીજે-18 ઝેડ-5893 નંબરની એસ.ટી. બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ સામેથી આવતી જીજે-20 એ.જે 3015નંબરની મોટર સાયકલને જાેશભેર ટક્કર મારી હતી.એસટી બસ લઈ ચાલક ફરાર થઈ ગયો હતો. મોટર સાયકલ ચાલક ફતેપુરા ગામના ઉખરેલી રોડ પર રહેતા વિનોદભાઈ લલ્લુભાઈ ડબગરને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનુ સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર વિનોદભાઈ ડબગરના પુત્ર ગીરીશભાઈ વિનોદભાઈ ડબગરે લીમડી પોલીસ સ્ટેશને એસ.ટી.બસના ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે…