કચ્છ (ભુજ )એક કલાક પહેલા
- કૉપી લિંક

કચ્છના દુધઈથી 17 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો વધુ એક 2.8ની તિવ્રતાનો ભૂંકપનો આંચકો આજે બપોરે 4.25 મિનિટે રિકટર સ્કેલ પર નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન વાગડ વિસ્તારમાં ધરા ધ્રુજવાની આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે.
આફ્ટરશોકની સંખ્યામાં સતત વધારો
કચ્છ અને વાગડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આફ્ટરશોકની સંખ્યામાં સતત વધારો દેખાઈ રહ્યો છે, જે ક્યાંકને ક્યાંક લોકોની ચિંતાનું કારણ બની રહ્યા છે. જોકે, 3 ની આસપાસનું કંપન ધરાવતા આંચકા ખાસ નુકસાન કરતા હોય એવું હજુ સુધી કોઈ સ્થળે જણાયું નથી. માર્ચ મહિનાના 11 દિવસમાં વાગડ ફોલ્ટ લાઈન પર અત્યાર સુધીમાં ધરતીકંપના ત્રણ આંચકા નોંધાઇ ચુક્યા છે. જે કચ્છના પેટાળમાં સતત ભૂસ્તરીય ગતિવતી થઈ રહ્યાનો ચિતાર આપી રહ્યા છે. અલબત્ત આજે બપોરે કડોલ નજીકની રણ કાંધી પાસે આવેલા 2.8 ની તિવ્રતાના આંચકાની અસર ખાસ અનુભવમાં આવી ના હોવાનું જાણવા મળ્યું હતું.