કચ્છ (ભુજ )23 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભુજ નરનારાયણ દેવ મંદિરના આગામી દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિતે કચ્છના વિવિધ સ્થળોએ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે અંજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રીજા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભાર્થી દર્દીઓને નિદાન સારવાર અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. સર્વ રોગ નિદાન કેમ્પનો અંદાજિત 2400 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો તેમજ જરૂર જાણતા દરફીઓને ગંભીર પ્રકારના ઓપરેશન સહિતનો તમામ ખર્ચ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂરો પાડવામાં આવશે એવું યાદીમાં જણાવાયું હતું.

અંજાર સ્વામિનારાયણ મંદિરના વિશાળ પટાંગણમાં યોજાયેલા સર્વ રોગ નિદાન અને સારવાર મેડિકલ કેમ્પમાં એમઆરઆઈના ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યા હતા, આ માટે તદ્દન મામુલી રકમ લેવામાં આવી હતી. સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી યોજાયેલા કેમ્પમાં અંજાર, ભુજ, ગાંધીધામ, આદીપુર, ભચાઉ વગેરે સ્થળોએથી આવેલા તમામ વર્ગના લોકોએ લાભ લીધો હતો. હાજર લોકો માટે મંદિર તરફથી ચા- નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી . મંદિર દ્વારા આગામી મેડિકલ કેમ્પ તા. 26/3ના નરનારાયણદેવ મેગા મેડિકલ કેમ્પ સ્વામિનારાયણ ગુરુકુળ – રાપર ખાતે યોજાશે. કરાઈ છે.
0 comments:
Post a Comment