વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,117 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 11 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,448 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 125 થયો છે.
આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા
વડોદરા શહેરના બિલ, અટલાદરા, ગોરવા, ઉંડેરા, તાંદલજા, સુભાનપુરા, અકોટા, ગોકુળનગર, ગોત્રી, છાણી, હરણી, મકરપુરા, તરસાલી, માણેજા, માંજલપુર, ગાજરાવાડી, વારસિયા, રામદેવનગર વિસ્તારમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. કુલ 750 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 25 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 125 કેસ પૈકી 115 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 10 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 2 દર્દી ઓક્સિજન પર અને એક વેન્ટીલેટર પર છે. જ્યારે 84 લોકો હોમ ક્વોરન્ટીન છે.
શરદી-ખાંસીના કેસોમાં વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને લઇને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીમે ધીમે વધતા જાય છે જેથી તંત્ર પણ કામે લાગ્યું છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં શરદી, ખાંસીના કેસો જોવા મળી રહ્યા છે.
0 comments:
Post a Comment