અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા
- કૉપી લિંક
ઘણી વખત એવી કુતુહલ ભાવ વાળી ઘટનાઓ બનતી હોય છે. કે આપણે માની ના શકીએ પણ હકીકત સામે હોય છે. ત્યારે આવી જ એક કુતુહલ પેદા થાય એવી ઘટના મોડાસાના બાકરોલ કંપા ગામે એક સૂકા વૃક્ષમાં બની છે. જેના થડમાં આવેલી પોલાણમાં આગ લાગતા કુતુહલ સર્જાયું હતું.

મોડાસાના બાકરોલ કંપા ગામે મૂળસિંહ સીસોદીયા નામના એક ખેડૂત રહે છે. આ ખેડૂતના ખેતરમાં એક સૂકું ઝાડ આવેલું છે. આજે બપોરે 12 કલાકે અચાનક આ વૃક્ષમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. અચાનક આગના ગોટે ગોટા દેખાતા આસપાસના અન્ય ખેડૂતો ગભરાવા લાગ્યા હતી. આગની જાણ ખેતર માલિકને કરી જેથી ખેતર માલિકે ખેતરની અન્ય મિલકતોને નુકસાન ન થાય એ માટે મોડાસા ફાયર વિભાગને જાણ કરી હતી.

મોડાસા ફાયર વિભાગ તરત જ ઘટનાસ્થળે આવી ખેતરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. જોકે આવી આગ પ્રથમ વખત જોવા મળતા દરેકના મનમાં કુતુહલ જોવા મળ્યું હતું. આગ કયા કારણોસર લાગી, કેવી રીતે લાગી આ તમામ બાબતોનું રહસ્ય અકબંધ છે.

