પાટણ11 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ સધી માતાજીના સાનિધ્યમાં સધી રામ સેવક મંડળ દ્વારા આજરોજ સધી માતાજીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ સધી માતાજીના સાનિધ્યમાં પરંપરાગત રીતે ચાલુ સાલે પણ 25 મી વર્ષ ગાંઠ નિમિત્તે હવન અને અન્નકૂટ સહિત ભક્તજનો માટે ભોજન પ્રસાદ અને આંગીના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

આ તકે મોટી સંખ્યામાં સધી માતાજીના માઇ ભક્તોએ દર્શનનો લાભ લીઈને ધન્યતા અનુભવી હતી જ્યારે સધી માતાજીની 25 મી વર્ષગાંઠ નિમિત્તે હવનના યજમાન પડે બનાસકાંઠા જિલ્લાના પીઆઇ ડીવી ડોડીયા એ લાભ લઈ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન દરમિયાન સધીરામ સેવક મંડળના સેવકો વિપુલભાઈ દરજી સંજયભાઈ કમાર દીપકભાઈ રાવળ દિલીપભાઈ મિસ્ત્રી ગૌરવભાઈ પ્રજાપતિ જયંતીભાઈ ઠાકોર પીન્ટુ પ્રજાપતિ ચકાભાઇ રાવળ ના સેવકોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.



