બનાસકાંઠા (પાલનપુર)3 મિનિટ પહેલા
ચિત્રાસણી યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રાસણી સહિત આજુબાજુના ગામના યુવાઓ એકત્ર થઈ બ્લડ ડોનેટ કર્યું હતું. ચિત્રાસણી પ્રાથમિક શાળામાં ભૂમિ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા બ્લડ એકત્ર કરી અકસ્માત ડીલેવરી તેમજ અન્ય જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થશે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ ચિત્રાસણી ગામમાં આજે ચિત્રાસણી યુવા સંગઠન દ્વારા ચિત્રાસણી ગામમાં આવેલ પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂમિ વોલ્ટનરી બ્લડ બેન્ક દ્વારા બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. ચિત્રાસણી ગામ સહિત આજુબાજુના ગામના યુવાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. જેમાં 80 થી વધુ બ્લડ ની બોટલો એકત્ર થઈ હતી.
આ કાર્યક્રમમાં ચિત્રાસણી ગામ તેમજ આજુબાજુના ગામના અગ્રણી અબરાર ખાન સિંધી અનિલભાઈ કાલેટ સંજય ચૌધરી હનીફભાઇ સુમરા ભરતભાઈ ભગત ગોવિંદભાઇ માંગરોલા મોસીનખાન ચાવડા કમલેશભાઈ રાવલ આદિલ મીર અશ્વિનભાઈ ચૌધરી તેમજ ડોક્ટર મુનીર ખાન સહિતના યુવાઓ દ્વારા મોટી સંખ્યામાં યુવાઓ એકત્ર થઈ ડોનેટ કરી માનવસેવા કરી હતી. યુવા અગ્રણી અબરાર ખાન સિંધીએ જણાવ્યું હતું કે, આં બલ્ડ જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થશે. સ્થાનિક શિક્ષક માલજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, આજે યુવા સંગઠન દ્વારા ચિત્રાસણીમાં યુવાઓ ના સંગઠન ભાગ રૂપે બ્લડડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્રાસણી પ્રજા યુવાઓ આજુબાજુ ગામના યુવાનો સર્વે સાથે મળીને સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યુવાનો એ જે મહેનત કરી છે ભૂમિ બ્લડ બેંકના સહયોગ થી આજે સવારે નવા કલાક થી બ્લડ કેમ્પ ચાલુ કરવા માં આવ્યો હતો યુવાઓ મોટી સંખ્યામાં ઉત્સાહ દાખવી બ્લડ ડોનેશન કરી માનવ સેવાની એક સુંદર ભૂમિકા નિભાવી છે તે બદલ બધા ને અભિનંદન પાઠવું છું.