મહેસાણામાં કમોસમી વરસાદના કારણે મરચાના પાકને નુકસાન થતા ભાવમાં ઉછાળો, ગત વર્ષની સરખામણીએ ભાવમાં 25 ટકાનો વધારો | Prices surge as unseasonal rains damage chilli crop in Mehsana, prices up 25 per cent over last year | Times Of Ahmedabad

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉત્તર ગુજરાત એમાં પણ મહેસાણા જિલ્લામાં કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને હવે રૂટિન ખેતી કરવી મુશ્કેલ બની છે.ત્યારે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ખેડૂતો હિંમત નહિ હારી રોકડીયા પાક મરચાની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે.ખેતરમાં ઉત્પાદન થતા લીલા મરચાનો શાકમાર્કેટમાં યોગ્ય ભાવ નહિ મળતા મરચાના છોડ જ સુકાવા દઈ મરચાના ડોડવા તૈયાર કરે છે.ત્યારબાદ સૂકા મરચા જોટાણા માર્કેટયાર્ડમાં વેચે છે.જેના કારણે ખૂબ સારી આવક થઈ રહી છે.

આ વખતે કમોસમી વરસાદને કારણે ઉત્પાદન આ વિસ્તારમાં ઘટતા ભાવ ગત વર્ષ કરતા 25 ટકા વધુ મળતા ખેડૂતોને મોટો ફાયદો થયો છે. જોકે બીજી તરફ ગ્રાહકોને મરચા મોંઘા થતા વધુ ભાવ ચૂકવવાુનો વારો આવ્યો છે. જોટાણા તાલુકામાં મોટાભાગના ખેડૂતો મરચાની રોકડીયા પાકની ખેતી કરી રહ્યા છે.અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે.આ વર્ષ કમોસમી વરસાદ અને વાતાવરણ કારણે ઉત્પાદન ઘટ્યું છે.તેની સામે ખેડૂતોને ગત વર્ષ કરતા ભાવ ખૂબ સારા મળી રહ્યા છે.ત્યારે આ વર્ષ સામાન્ય જનતા માટે મરચું 25 ટકા મોઘું પડી રહ્યું છે.ગત વર્ષ 400 થી 700 પ્રતિ મણ ડોડવાનો ભાવ મળતો હતો જે આ વર્ષ 900 થી 1100 રૂપિયા મોંઘા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ત્યાર બીજી બાજુ લોકોને ઘર માટે મરચું ખરીદ વાનું 25 ટકા મોઘું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم