ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણની જનતા હોસ્પિટલમાં હૃદયના કાણાનું ચીરા વગર ઓપરેશન કરાયું | For the first time in North Gujarat, an open heart operation was performed at the Janata Hospital in Patan | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું હતું. જસાલીના રહેવાસી સીતાબેન પ્રજાપતિને લાંબા સમયથી શ્વાસની તકલીફ અને વારંવાર ન્યૂમોનિયાના લીધે દાખલ થવું પડતું હતું. પાટણના અનુભવી ડોકટર હમીદ મન્સૂરી, ડોક્ટર કેતુલભાઈ જોશીએ તપાસ કરી વધુ સારવાર માટે હૃદયનાં નિષ્ણાત ડૉ. ધનંજય ચૌધરી (કાર્ડિયોલોજિસ્ટ) પાસે મોકલ્યા હતા. જ્યાં તપાસ કરતા આ બેનને હૃદયમાં જન્મજાત કાણું/ PDA હોવાનું અને હૃદય નબળું હોવાનું જાણવા મળ્યું હતું.

હૃદયના કાણા બંધ કરવાં માટે ચીરા વાળી સર્જરી અને ચીરા વગરની સર્જરી છત્રી મૂકીને બંધ કરવાના ઓપ્શન થતા હોય છે. આવા ઓપરેશન અમદાવાદ અને મોટા સેન્ટર સિવાય કરવામાં આવતા નથી. દર્દીને સમજાવ્યાં પછી આયુષમાન યોજના અંતર્ગત જનતા હોસ્પિટલ, પાટણ ખાતે ડૉ ધનંજય ચૌધરીના હાથ નીચે દાખલ કરવામાં આવ્યાં હતા. ડૉ ધનંજય ચૌધરીએ એકલા હાથે ચીરા વગરનું ઓપરેશન સફળતાપૂર્વક કરી દર્દીને સવસ્થ હાલતમાં રજા આપી હતી. આ પ્રકારનું ઑપરેશન ઉત્તર ગુજરાતમાં પેહલું છે. દર્દી તથા દર્દીના સગા સંબંધી એ ડૉ, સ્ટાફ તથા હોસ્પિટલનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم