જંબુસરમાં ગોવર્ધન નાથજી અને શ્યામલાલ હવેલી વૈષ્ણવ મંદિરમાંથી રૂપિયા 25.12 લાખની કિંમતના મુદ્દામાલની ચોરીમાં સેવક જ ચોર નીકળ્યો | Sevak turned out to be the thief in the theft of valuables worth Rs 25.12 lakh from Govardhan Nathji and Shyamalal Haveli Vaishnav temple in Jambusar. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Sevak Turned Out To Be The Thief In The Theft Of Valuables Worth Rs 25.12 Lakh From Govardhan Nathji And Shyamalal Haveli Vaishnav Temple In Jambusar.

ભરૂચ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જંબુસરમાં વૈષ્ણવ સંપ્રદાયના પ્રાચીન મોટા મંદિર અને હવેલીમાં 37.5 કિલો ચાંદીની રૂપિયા 25.12 લાખની ચોરીમાં મંદિરનો સેવક જ ચોર નીકળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જબુસરમાં વૈષ્ણવ સંપ્રદાયનું ગોવર્ધન નાથજીનું પ્રાચીન મોટું મંદિર અને શ્યામલાલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલી આવેલી છે. મોટું મંદિર જર્જરીત થઈ ગયું હોય 21 માર્ચના રોજ મંદિરના વહીવટ કર્તા જીજ્ઞેશ હર્ષ વદન ગાંધીએ સુરતથી વેપારી બોલાવ્યા હતા. જે બપોરે આવતા માર્ચ 2021 થી બંધ મોટા મંદિરનો મુખ્ય દ્વાર ખોલવા સેવક કિશોર ઉર્ફે રવિ વસંતરાવ જાદવ ( ભગત) ને ચાવી લઈ આવવા ફોન કર્યો હતો.

મંદિરમાં સેવક તરીકે બે પેઢીથી જબુસરના બલજીરાવ મરાઠા સાફ સફાઈની જવાબદારી નિભાવતા હતા. તેઓનો સ્વર્ગ વાસ થતા તેમની દીકરી રમીલાબેન વસંત રાવ જાદવનો દીકરો કિશોર ઉર્ફે રવિ સેવક તરીકે કામ કરતો. જેને મંદિર ટ્રસ્ટ 1500 પગાર આપતા.

મોટા મંદિરની ચાવી તેની પાસે જ રહેતી. જે મંદિર જર્જરતી હોય તેમાંથી ઠાકોરજી, ગોવર્ધનજી, શ્રીનાથજી, સ્વામીશ્રીજી દાઉજીની પ્રતિમાઓ શ્યામલાલ હવેલીમાં પધરાવાઈ હતી. સુરતના વેપારી મોટા મંદિરનો કાટમાળ ઉતારવા આવ્યા હોય સેવક કિશોરને ચાવી લઈ આવવા કરેલા ફોન બાદ ફરી કોલ કરતા તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. મોટા મંદિર નજીક જ રહેતા સેવક કિશોરના ઘરે જઈ જોતા ઘર બંધ મળી આવ્યું હતું.

અંતે મોટા મંદિરનું તાળું તોડી ટ્રસ્ટીઓએ જોતા અંદર નિજ મંદિરમાંથી મુખ્ય પ્રવેશદ્વાર અને બરશાખ ઉપર મઢેલ 9 કિલો ચાંદી, 15 કિલોના ચાંદીના હિંડોળા, 6 KG નું ચાંદીનું પારણું, 4 નક્કર ચાંદીના સળિયા, ચાંદીની દોરી, 3 કિલોનો રથયાત્રાનો ચાંદીનો સામાન તેમજ ઉષ્ણકાળના 3 કિલોના ચાંદીના દાગીના ચોરી થઈ ગયા હતા.

ટ્રસ્ટીઓએ શ્રી શ્યામલાલ હવેલીમાં પણ તપાસ કરતા હવેલીનું તાળુ તૂટેલું હતું. જેમાંથી ચાંદીની બે થાળી, ભગવાનના રમકડાં 1.5 કિલોના ચોરી થઈ ગયા હતા. બન્ને વૈષ્ણવ મંદિરમાં કુલ 37.5 કિલો રૂપિયા 25.12 લાખની ચાંદીની ચોરી અંગે વહીવટકર્તાએ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જંબુસર PI વી.એન. રબારીએ તપાસ હાથ ધરી હતી. ડોગ સ્કવોર્ડ સહિતની મદદથી પોલીસે ગણતરીના કલાકમાં જ મંદિરના સેવક એવા ચોર કિશોર ઉર્ફે રવીને ઝડપી લીધો છે. આરોપી જુગારની લતવાળો હોવાની પણ વિગત સાંપડી રહી છે. જિલ્લા પોલીસની પત્રકાર પરિષદ બાદ જ સેવક દ્વારા જ લાખોની ચાંદીની ચોરીમાં વધુ વિગતો બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે…

Post a Comment

Previous Post Next Post