કચ્છ (ભુજ )16 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાપર પોલીસ ગત મોડી રાત્રે નાઈટ પેટ્રોલીંગ હતી ત્યારે મળેલી પૂર્વ બાતમીના આધારે રાજસ્થાન પાસિંગની ટ્રરબો ટ્રક નંબર RJ 19 GB 4489ની નિકળતાં સૂવઇ રોડ પર વોચમાં રહેલી પોલીસ ટીમ દ્વારા ટ્રકને રોકવા માટેના પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તેના ચાલકે ટ્રકને થોભાવવાના બદલે ત્રંબૌ જેસડા માર્ગ પર ભગાડી મુકી હતી, જેનો રાપર પોલીસે સરકારી ગાડી દ્વારા પીછો કરી ટ્રક આંતરી લીધી હતી અને ફિલ્મી ઢબે ટ્રકને ઝડપી લઈ રાપર પોલીસ મથકે લઈ જવાઈ હતી. ટ્રકની તપાસ દરમિયાન તેમાં ગવાર-ગમની આડમાં છુપાવેલા રૂ. 5. 45 લાખના દારૂ સાથે કુલ 60 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસમાં ભારતીય બનાવટની 140 બિયરની પેટી તથા ભારતીય બનાવટનો 29 પેટી વિદેશી દારૃ મળી આવ્યો હતો. જેમાં બાડમેર જિલ્લાના 25 વર્ષીય ટ્રક ચાલક શ્રીરામ લધુરામ બીશ્નોઈને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે દારૂ મંગાવવામાં સામેલ (1) સ્વરૂપસિંહ સવાઇસિંહ સોઢા રહે.ડાભુંડા (2) શકિતસિંહ નવલસિંહ ગોહિલ રહે.રાપર (3) નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાધેલા રહે.રાપર (4) નરપતસિંહ મહિપતસિંહ જાડેજા (5) અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા રહે.મોટી રવ તા.રાપર (6) પરબતસિંહ રાજપુત રહે-ચોહાટન તા.જી.બાડમેર (રાજસ્થાન) સહિતના આરોપીઓ સામે કેસ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ આર. આર આમલીયાર તથા સ્ટાફના મુકેશ ચાવડા, નરેશ ઠાકોર, મુકેશ સિંહ રાઠોડ, બાબુભાઈ કારોત્રા સહિતના જોડાયા હતા.
No comments:
Post a Comment